Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ધ્રોલના હરિપર પાસે કાર પલ્ટી ખાઇ જતાં ઘવાયેલા ૧૮ માસના શ્યામ ગમારાનું મોત

મામા, માતા સહિતની સાથે કારમાં બેસી ભેંસદણ સુરાપુરાના દર્શને જતી વખતે બનાવ બન્યો'તો

રાજકોટ તા. ૨૫: ધ્રોલ નજીક હરિપર પાસે આશરે વીસેક દિવસ પહેલા કાર પલ્ટી ખાઇ જતાં ઘાયલ થયેલા ૧૮ માસના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતાં ભરવાડ પરિવારમાં શોક છવાઇ ગયો છે.

ધ્રોલમાં રહેતાં ગોકુળભાઇ વરૂ પોતાની કારમાં બહેન પાયલબેન તથા તેના પુત્ર શ્યામ વિરમભાઇ ગમારા (ઉ.૧૮ માસ) તેમજ કાકાના દિકરાને બેસાડી વીસેક દિવસ પહેલા ધ્રોલથી ભેંસદડ સુરાપુરાના દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં હરિપર નજીક ટાયરની હવા એકાએક નીકળી જતાં કાર પલ્ટી ખાઇ જતાં બધાને નાની-મોટી ઇજા થતાં સારવાર લીધી હતી. જેમાં ગોકુળભાઇના ભાણેજ શ્યામને ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાગળો કરી ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(11:53 am IST)