Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પડધરીના લાઇનમેનની બદલી કરવા સંબંધેના

લાંચ કેસમાં પકડાયેલ પી.જી.વી.સી.એલના પૂર્વ જુનીયર આસીસ્ટન્ટને એક વર્ષની સજા

રાજકોટ, તા.૨૫: પડધરી પંથકના પીજીવીસીએલનાં લાઇનમેનની બદલી કરવા માટે રૂ.૧૨ હજારની લાંચ માગવાના પ્રકરણમાં પકડાયેલા પી.જી.વી.સી.એલ.ના તત્કાલીન જુનીયર આસીસ્ટન્ટ કોર્પોરેટ શાખાને કોર્ટ તકસીરવાન ઠરાવી ૧ વર્ષની કેદની સજા અને રૂ.૭૦ હજારના દંડનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, પડધરી પંથકના લાઇનમેનની બદલી કરાવવા તે સમયનાં યુનિયનનાં હોદેદાર અને પીજીવીસીએલની કોર્પોરેટ શાખાના જુનીયર આસીસ્ટન્ટ મહેન્દ્ર નાનજીભાઇ મારડીયા ઉ.વ.૫૧ એ રૂ.૧૨ હજારની લાંચ માંગી હતી. જેમાં ૬ હજાર ચુકવી દીધા બાદ એ.સી.બી.એ જાણ કરાતા સ્ટાફે છટકુ ગોઠવી લાંચની રકમનો બીજો હપ્તો રૂ.૬ હજારનો લેતા રંગે હાથ ઝડપી લીધા હતાં. આ કેસ ચાલી જતા ૭માં અધિક સેસન્સ અને સ્પે. જજએ.સી.બી. રાજકોટ ડી.એ. વોરાએ આરોપીને તકસીરવાન ઠરાવી કલમ ૭ મુજબ ૬ માસની સજા અને રૂ.૩૦ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ માસની સજા તેમજ કલમ ૧૩(૧) (ઘ) તથા ૧૩(૨) મુજબ ૧ વર્ષની સજા અને ૪૦ હજાર દંડ એ દંડ ન ભરે તો વધુ ૨ માસની સજાનો હુકમ કર્યો હતો.

(11:53 am IST)