Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ધોરાજી હોસ્પિટલના બે ડોકટરોનું સર્ટી. પુસ્તકોથી અદકેરૂ સન્માન

ધોરા, તા. ૨૫ : ધોરાજી જૈન એલર્ટ ગ્રુપ દ્વારા જૈનાચાર્ય વિજય રત્નસુંદર સૂરીશ્વરજી ના આદેશ અનુસાર ધોરાજી સરકારી હોસ્પિટલના તમામ ડોકટરો ને સર્ટિફિકેટ અને પુસ્તકો દ્વારા સન્માનિત કરાયા હતા.

ધોરાજી જૈન એડલ્ટ ગ્રુપના યુવા અગ્રણી ચિરાગભાઈ વોરાઙ્ગએ જણાવેલ કે જૈન સમાજના ક્રાંતિકારી અને વિચારક પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રી વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પ્રેરણા થી ચાલતા જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારત ની અંદર જયાં જયાં જૈન એલર્ટ ગ્રુપ ચાલે છે ત્યાંની સરકારી હોસ્પિટલ ના ડો. જયેશ વસેટીયન નું સર્ટિફિકેટ અને પુસ્તકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે ધોરાજી સરકારી હોસ્પિટલના ના ડોકટરો ,સિસ્ટર તેમજ તેમના સ્ટાફ નું જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા નું સર્ટિફિકેટ તેમજ આચાર્ય ભગવંતના હસ્તે લખેલ ધાર્મિક પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું જેના ભાગરૂપે ધોરાજી જૈન એલર્ટ ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલ ના અધિક્ષકઙ્ગ ડો તમામ ડોકટરો ,સિસ્ટર તેમજ તેમના સ્ટાફ નું જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા નું સર્ટિફિકેટ અને ધાર્મિક પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું ધોરાજી એલર્ટ ગ્રુપ ના ચિરાગભાઈ વોરા, વિપુલભાઈ મેહતા, હિરેનભાઈ મારડિયા , ચેતનભાઈ શાહ અને દિપેશભાઈ મેહતા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતુ.

(11:49 am IST)