Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

રાજુલા, ધ્રાંગધ્રા, કોડીનાર, વેરાવળ, સલાયા, થાનગઢ, કાલાવડમાં રર માર્ચે પેટાચૂંટણી

નગરપાલિકાઓની ર૯ અને તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો માટે કાર્યક્રમ જાહેરઃ ર૪મીએ જાહેરનામું, ૭ માર્ચ સુધી ફોર્મ ભરવાની મુદતઃ ર૪મીએ પરિણામ

રાજકોટ, તા., રપઃ રાજય ચુંટણી આયોગ દ્વારા રાજયની ૧૭ નગરપાલીકાઓની ર૯ બેઠકો માટે તથા ૧૭ તાલુકા પંચાયતોની ૧૭ બેઠકો માટે આયોગના સચિવ શ્રી મહેશ જોષીના નામથી પેટા ચુંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા.ર૪ મીએ કાર્યક્રમ જાહેર થયો છે. બીજી માર્ચે જાહેરનામું પડેલ તે જ દિવસથી તા. ૭ માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે. તા.૯મીએ ફોર્મ ચકાસણી થશે. તા.રર મીએ સવારે ૮ થી સાંજે પ સુધી મતદાન થશે. મત ગણતરી ર૪ માર્ચે રાખેલ છે.

સૌરાષ્ટ્રના અમરેલીના રાજુલાની ૧૬ ધ્રાંગધ્રાની ૧, કોડીનારની ૧, વેરાવળ પાટણની ૧, સલાયાની ર નગરપાલીકા બેઠકો માટે પેટા ચુંટણી થશે.  ઉપરાંત થાનગઢ, જેસર, કાલાવડ, અને કોડીનાર તાલુકાની એક-એક તાલુકા પંચાયત બેઠક માટે પેટાચુંટણી થશે. બાબરાની ઉંટવડ, જેસરની બીલા, કાલાવડની નવાગામ અને નીકાવા, કોડીનારની વેલણ-ર, થાનગઢની જામવાડી વગેરે બેઠકો માટે પેટા ચુંટણી યોજાનાર છે.

(11:47 am IST)