Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

જૂનાગઢમાંથી ધો. ૧૧ સાયન્સના ડાભોર ગામના વિદ્યાર્થીનું અપહરણ

અજાણ્યો શખ્સ ૨૧મીએ પ્રકાશ (અજય) ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ. ૧૬)નું અપહરણ કરીને લઈ જતા શોધખોળ

જૂનાગઢ, તા. ૨૫ :. જૂનાગઢમાંથી ડાભોર ગામના ધો. ૧૧ સાયન્સના વિદ્યાર્થીનું અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામનો પ્રકાશ ઉર્ફે અજય ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ. ૧૬) નામનો સગીર જૂનાગઢમાં ખલીલપુર ચોકડી વિસ્તારમાં આવેલ આલ્ફા વિદ્યા સંકુલમાં ધો. ૧૧ સાયન્સમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે.

ગત તા. ૨૧ના રોજ પ્રકાશ રાત્રીના ૮ થી ૯ ના ગાળામા ગૂમ થયેલ અને બાદમાં હોસ્ટેલ પરત આવેલ નહિ. આથી તેની શોધખોળ કરવા છતા તેની કોઈ ભાળ મળી ન હતી.

આથી ગઈકાલે સાંજે પ્રકાશના ભાઈ વિજય રાઠોડે જૂનાગઢ તાલુકા પોલીસમાં તેના ભાઈનું અજાણી વ્યકિત અપહરણ કરી ગઈ હોવાની ફરીયાદ નોંધાવતા સીપીઆઈ સી.એમ. ગમારે તપાસ હાથ ધરી છે.

(3:54 pm IST)