Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

આદિત્યાણામાં સ્વ. ભીખુભાઇ પંડિતની પૂણ્યતિથિએ રકતદાન કેમ્પ તથા સંતવાણી યોજાઇઃ જરૂરિયાત મંદોને અનાજ

આદિત્યાણા, તા.૨૫: મહા શિવરાત્રીએ સ્વ.ભીખુભાઇ પંડિતની પૂણ્યતિથિએ રકતદાન કેમ્પ સંતવાણી સાથે જરૂરિયાત મંદો તથા વિદ્યાર્થીઓને અનાજ સહાય કરવામાં આવી હતી.

સ્વ. ભીખુભાઇ પંડિતની પૂણ્યતિથિ પ્રસંગે વિવિધ સેવાકીય અને ધાર્મીક કાર્યક્રમોનું આયોજન ત્રિકમજી મંદિરે કરવામાં આવેલ હતું. શોભાયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન મુખ્યદાતા દક્ષાબેન તથા ગોવિંદભાઇ હીરજીભાઇ ટાંક અને મહેર આગેવાન ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરાએ કરાવેલ. પંચકુંડા યજ્ઞ ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન કરાયેલ. સંતવાણી કાર્યક્રમમાં મનસુખગીરી ગોસ્વામી,નીમીષા મોઢા, દિનેશભાઇ ધાનકી, મણીભાઇ ધાનકીને રમઝટ બોલાવી હતી.

થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેન્દ્રમાં ૪૩ બોટલ બ્લટ આશા બ્લડ બેંક, વોલેન્ટીયરો  દ્વારા એકઠું કરાયેલ હતું.

સ્વ. ભીખુભાઇ પંડિતની પુણ્યતિથી નીમીતે આદિત્યાણાની ઝીંઝરકા ગૌશાળા -રાણાવાવની રામેશ્વર ગૌશાળા કોળીખડાની સોમનાથ ગૌશાળામાં ત્રણ દિવસ તેમજ કપાસીયા રાખવામાં આવેલ વિધવા બહેનો તેમજ જરૂરિયાત મંદોને પણ સહાય કરવામાં આવેલ કૂતરાઓને લાડુ ખવડાવવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા નિતિન ભટ્ટ, માધવ પંડિત, બાબુભાઇ જોષી, મગનભાઇ જોષી, યશંવત પાઠક, કલ્પેશ રાજ્યગુરૂ, ગુલાબ જોષી, પ્રશાંત ભટ્ટ, નિલેષ ભુવા, ઉદય છેલાવડા, સાગર મોઢા, યજ્ઞેશ છેલાવડા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:43 am IST)