Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વાંકાનેરમાં લુણસરીયા ફાટક પાસે ટ્રક પાછળ રિક્ષા અથડાતાં ત્રણને ઇજા

કેટરર્સ કર્મચારી બે મહિલાને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૫: વાંકાનેરમાં લુણસરીયા ફાટક પાસે સાંજે ટ્રક અને રિક્ષાના અકસ્માતમાં રિક્ષાચાલક અને બે કેટરર્સ કર્મચારી મહિલાને ઇજા થતાં સારવાર માટે વાંકાનેર, રાજકોટ ખસેડાયા છે. જેમાં બે મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ લુણસરીયા ફાટક પાસે સાંજે સાડા આઠેક વાગ્યે ટ્રક પાછળ રિક્ષા અથડાતાં ચાલક તથા તેમાં બેઠેલા કેટરર્સ કર્મચારી મહિલાઓને ઇજા થતાં વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાંથી વાંકાનેર વિસીપરાના શહેનાઝબેન કેશુભાઇ હાલા (ઉ.વ.૪૫) તથા પ્રભાબેન કેશુભાઇ ડાભી (ઉ.વ.૪૦)ને ગંભીર ઇજા પહોંચી હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શહેનાઝબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જ્યારે પ્રભાબેનને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. બંને ગઇકાલે બપોરે અન્ય મહિલાઓ સાથે કેટરર્સના કામ માટે ગયા હતાં. સાંજે પરત આવતી વખતે અકસ્માત નડ્યો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.

(11:41 am IST)