Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

માણાવદર પાલિકાની લાપરવાહીથી મોતનું તાંડવ ખેલાશે?સ્ટેશન પ્લોટનો ટાંકો જર્જરીત ગમે ત્યારે પડી શકે ?

માણાવદર તા.રપઃ  માણાવદર પાલિકામાં એક તરફ આંતરીક રાજકીય ખેલ ખેલાય રહ્યા છે. પ્રજાના કામો પ્રત્યે સરેઆમ લાપરવાહી સ્પષ્ટ દેખાય છે. એક સમયે સ્ટેશન પ્લોટ એટલે કે રેલ્વે ચાલુ હતી તેનો જમાનો હતો  ઉદ્યોગથી ધમધમતો તે વખતે ૧૯પ૯ બાદ આ સ્ટેશન પ્લોટમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થિત થાય તે માટે નિર્માણ થયેલ.

આ ટાંકામાંથી શહેરને પીવાનું પાણી પૂરૂ પડાતું તથા ફાયર ફાઇટરમાં પાણી અહીંથી ભરાય છે તેવા ટાંકો વર્ષો બાદ ટાંકો જર્જરિત થઇ ગયેલ સ્પષ્ટ દેખાય છે. પ્રજાજનોને પરંતુ માણાવદર પાલિકાની સરેઆમ લાપરવાહીથી મોતનું તાંડવ ખેલાય તેવી અંધાકાનુન જેવી સ્થિતી છે એટલે પાલિકાના સતાધીશોને દેખાતું નથી તે હાસ્યસ્પદ છે.

આ ટાંકામાં સ્ટેશન પ્લોટ વિસ્તાર રહીશો, ઉદ્યોગના મજુર વર્ગ તથા પ્રજાજનો પીવા માટે તો કોઇ નાહવા ધોવા, કપડા ધોવા ઉપયોગ કરે છે પરંતુ ટાંકો જર્જરીત થઇ ગયો હોય જો તુટી પડે તો નીચે કોઇ હોય તો મોતનું તાંડવ ખેલાયતેવી દહેશત છે. તાકિદે કલેકટરશ્રી બેદરકાર સતાધીશો અધિકારીઓને પગલા લેવાકહે તે જરૂરી છે.

(11:39 am IST)