Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ગોંડલમાં એસી.એસ.ટી, ઓબીસી એકતા મંચ દ્વારા રેલી આવેદન અપાયું

ગોંડલઃ ગોંડલ ખાતે સરકારની અન્યાયકારી નિતિ સામે એસી.એસટી ઓબીસી એકતા મંચ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપીને રોષ વ્યકત કરાયો હતો. રેલીને સમર્થન કર્તા જય મેઘવાડ સમાજ યુવા સંગઠનનાં અમિતભાઇ સોલંકી, હરિભાઈ રાઠોડ ઉપરાંત માલધારી સેલના પ્રમુખ રામાભાઇ ચાવડા, ઓબીસી ગૌપાલ સેનાના પ્રમુખ વિક્રમભાઈ ભરવાડ, વિશાલભાઈ રબારી, અરવિદભાઈ ધમેચા, દિલવારભાઈ રાઠોડ સહિતનાઓ એ જણાવ્યું કે સરકાર દ્વારા ૧-૮-૨૦૧૮ નાં જી.આર.માં સુધારો કરવાની બાહેંધરી આપી કોઈ કાર્યવાહી નહીં કરી દ્રોહ કર્યો છે. ૨૭ ટકા અનામત ઓબીસીને ગુલામ બનાવવાનું કાવતરું છે. સરકારે એસસી એસટી ઓબીસીનાં અનામત કોટાની સાઈઠ હજાર જગ્યાઓ સત્વરે ભરવી જોઈએ. હાલ કોન્ટ્રાકટ બેઝ પર પાંચથી છ લાખ અપાયેલ નોકરીઓ માં પણ શોષણ કરાઇ રહયું છે. જેમાં તત્કાલ અસરથી ભરતી થવી જોઈએ તેવી માંગ કરી હતી. તસ્વીરમાં રેલી બાદ આવેદન પત્ર આપતા કાર્યકારો નજરે પડે છે.

(11:38 am IST)