Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મોરબી પાલિકામાં સતાના સૂત્રો કોણ સંભાળશે ? બહુમતી પુરવાર કરવા સામે પ્રશ્નાર્થ

રીકવીઝેશન બેઠક બોલાવવાની સમયમર્યાદામાં બેઠક નહીં બોલાવતા તા;1લીએ બેઠક બોલાવવા કલેકટરનો આદેશ :કોંગ્રેસી સદસ્યોના મુદ્દા ચર્ચા કરવા પણ હુકમ

મોરબી :નગરપાલિકાના સતાના સૂત્રો કોણ સાંભળશે તે સવાલ ઉભો થયો છે ત્યારે પાલિકાના વિપક્ષના ૧૮ સદસ્યો દ્વારા ગત તા.3 જાન્યુઆરીના રોજ પ્રમુખને પાલિકાની રીકવીઝેશન બેઠક બોલાવવા રજૂઆત કરાઈ હતી જે અંગે ચીફ ઓફિસર દ્વારા તા. 4 જાન્યુઆરીએ તેમજ ૧૮ જાન્યુઆરીના પત્રથી મોરબી નગરપાલિકાને આ બેઠક બોલાવવા જાણ કરી હતી પરંતુ આમ છતાં ૧૫ દિવસની સમયમર્યાદામાં બેઠક ના બોલાવાતા આ મામલે ગુજરાત મ્યુનીસીપાલીટીઝ એક્ટ ૧૯૬૩ ના કાર્ય સંચાલન પ્રકરણની કલમ ૫૧ (૨) મુજબ મળેલી સત્તાની રુએ મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા તા.૧ માર્ચના રોજ સવારે ૧૧ કલાકે નગરપાલિકા મોરબીના સભાખંડમાં બેઠક બોલાવવા હુકમ કર્યો છે તેમજ રીકવીઝેશન બેઠક બોલાવવા અંગે ૧૮ કોંગ્રેસી સદસ્યોએ કરેલી અરજીમાં દર્શાવેલ મુદાઓની ચર્ચા પણ કરવા હુકમ કરાયો છે જીલ્લા કલેકટરને મળેલી સત્તાની રૂએ કરેલ હુકમમાં બેઠક બોલવવા ઉપરાંત મુદાઓ પર ચર્ચા કરવાની રહેશે જેથી ભાજપ જે અન્યના ટેકાથી શાસન જમાવી બેઠું છે તેને હવે બહુમતી સિદ્ધ કરવાની ફરજ પડશે હાલનું ગણિત મુજબ ભાજપ પાસે તેના ૨૦ સદસ્યો ઉપરાંત કોંગ્રેસના કેટલાક સદસ્યો તેની સાથે આવી સકે છે જેમાં પક્ષાંતરનો વિરોધ કરતા પૂર્વ ઉપપ્રમુખ અને તેના ટેકેદારો ભાજપ તરફી મતદાન કરી સકે છે જયારે જે વિકાસ સમિતિના ટેકાથી ભાજપે શાસન મેળવ્યું હતું તે ૧૨ માંથી ૮ સદસ્યો હવે પુનઃ કોંગ્રેસમાં પરત ફરી સકે છે તો હાલ કોંગ્રેસ પાસે ૨૪ જેટલું સંખ્યાબળ છે જે બહુમતીથી થોડું દુર છે તો સામાપક્ષે ભાજપના અસંતુષ્ટો ગેરહાજર રહે તો બાજી બગડી સકે તેમ છે.

મોરબી પાલિકાના રાજકારણ અને ભાજપ કોંગ્રેસની સ્થિતિની ૫૨ બેઠકોની પાલિકામાં સવા બે વર્ષ પૂર્વે ચુંટણીમાં કોંગ્રેસ ૩૨ જયારે ભાજપને માત્ર ૨૦ બેઠકો મળી હતી અને કોંગ્રેસે શાસન સાંભળ્યું હતું પરંતુ અસંતુષ્ટ ૧૨ સદસ્યોએ વિકાસ સમિતિની રચના કરી હતી જેને ભાજપે બહારથી ટેકો આપતા વિકાસ સમિતિએ શાસન મેળવ્યું હતુંત્યારબાદ વિકાસ સમિતિના સદસ્યોને પોતાની તરફેણમાં કરીને ભાજપે સત્તાની કમાન સાંભળી છે જોકે વિપક્ષના સદસ્યોએ કરેલી અરજીમાં મોરબીમાં સફાઈ, ગટર વ્યવસ્થા અને ભૂગર્ભના કામોમાં બેદરકારીના આરોપ લગાવાયા છે.

 

(11:36 pm IST)