Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

વાંકાનેરના રાતીદેવળીની પેટાચૂંટણીમાં વિજેતા ભાજપના ઉમેદવાર જયાબેન વોરા કોંગ્રેસમાં જોડાયા

વાંકાનેરના ધારાસભ્ય જાવીદ પીરઝાદાના હાથે કૉંગ્રેસનો ખેસ પહેરાવીને અવકારાયા

વાંકાનેર :તાલુકા પંચાયતની રાતીદેવળીની પેટા ચૂંટણીમાં વિજેતા થયેલ ભાજપના ઉમેદવાર જયાબેન વોરા ભાજપને અલવિદા કહી વિધિવત કોંગ્રેસમાં જોડાયા છે જયાબેન વોરાને વાંકાનેરના ધારાસભ્ય જાવીદ પીરઝાદાના હાથે કૉંગ્રેસનો ખેસ પહેરાવી આવકારાયા હતા આ તકે હરદેવસિંહ, નવઘણભાઈ, યુનુસભાઈ, પ્રભુભાઈ, રાજુભાઇ, જીતુ દવે તથા આબીદ ગઢવારા સહિતના કોંગેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:35 pm IST)