Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

ચોરવાડથી વેરાવળ રાષ્ટ્રીયકક્ષાની અરબી સમુદ્ર તરણ સ્પર્ધામાં સુરતની મોનીકા નાગપુરે અને બરોડાના શીવમ જેથુડી વિજેતા

ભાઇઓ માટે ૨૧ દરીયાઇ નોટીકલ માઇલની અને બહેનો માટે ૧૬ દરીયાઇ નોટીકલ માઇલની સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી

ચોરવાડથી વેરાવળ રાષ્ટ્રીયકક્ષાની અરબી સમુદ્ર તરણ સ્પર્ધામાં બહેનોમાં સુરતની મોનીકા નાગપુરે અને ભાઈઓમાં બરોડાના શીવમ જેથુડી વિજેતા થયા હતા ભાઇઓ માટે ૨૧ દરીયાઇ નોટીકલ માઇલની અને બહેનો માટે ૧૬ દરીયાઇ નોટીકલ માઇલની સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં  ૨૮ સાહસીક તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.
   રાષ્ટ્રીય કક્ષાની ૩૦મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઇ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૂતિક પ્રવૃત્તિઓ વિભાગ અને હરિઓમ આશ્રમ સુરત/નડીયાદ પ્રેરિત વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા દર એકાંતરા વર્ષે ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે.સવારે ૭ કલાકે ચોરવાડ બિચ ખાતેથી ભાઇઓ માટે ૨૧ દરીયાઇ નોટીકલ માઇલની અને બહેનો માટે સવારે ૭.૩૦ કલાકે આાદ્રી બિચ ખાતેથી ૧૬ દરીયાઇ નોટીકલ માઇલની સમુદ્ર તરણ સ્પર્ઘાને લીલીઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી ૧૩ ભાઈઓ અને ચાર બહેનો, મહારાષ્ટ્ર માંથી ચાર ભાઈઓ, અને એક બહેને જયારે રાજ્યકક્ષાની શિબિરના વિજેતા ૦૩-ભાઈઓ, ૦૩-બહેનો એમ કુલ ૨૦- ભાઈઓ અને ૦૮-બહેનો સહિત ૨૮ તરવૈયાઓ સમુદ્ર સાથે બાથ ભીડી હતી

 રાષ્ટ્રીય કક્ષાની અને સાહસીક એવી સમુદ્ર તરણ સ્પર્ઘામાં બહેનોમાં સુરતની મોનીકા નાગપુરે ૧૬ દરિયાઈ નોટીકલ માઈલનું અંતર કાપી અને ભાઈઓમાં બરોડાના શીવમ જેથુડીએ ૨૧ દરિયાઈ નોટીકલ માઈલનું અંતર કાપી પ્રથમ ક્રમાંક મેળવી બાજી મારી હતી. અન્ય તમામ સ્પર્ઘકોએ પણ રોમાંચ અનુભવ્યો હતો બન્ને વિજેતા સ્પર્ઘકોએ અન્ય યુવાઓને પણ આ સાહસીક સ્પર્ઘામાં જોડાવા અનુરોઘ કર્યો હતો.

  આ તરણ સ્પર્ધાના તરવૈયાઓ માટે ખાસ પ્રકારની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી તેમજ સમુદ્રમાં દરેક સ્પર્ધકની સાથે એક-એક નાની હોડીમાં તબીબ સહિત મેડિકલ સેવા તેમજ લાઈફ સેવીયર્સ, ગનમેન, બોટમેન, મેનેજર અને દરિયાઈ જીવજંતુઓ સ્પર્ધકને હાની ન પહોંચાડે તે માટે શાર્ક રેપલન્ટની તિવ્ર ગંધની દરિયાઈ જીવજંતુઓ આવી શક્તા નથી તેવી વિશેષ પ્રકારની ઈમરજન્સી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધાનો સમાપન સમારોહ વેરાવળ યોજાયો હતો જેમાં વિજેતા તરવૈયાઓને સન્માનિત કરી પ્રમાણપત્ર અને ઈનામ વિત્તરણ કરવામાં આવ્યું હતું.

(6:49 pm IST)