Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મોરબીની મચ્છુ કેનાલની સફાઈ સામે દબાણકર્તાઓનો ખોટો વિરોધ

મોરબી: મોરબીની મચ્છુ ૨ કેનાલની સફાઈનું કામ કરતા તંત્રને સ્થાનિકોએ વિરોધ કરીને કામ અટકાવ્યું હતું ત્યારે આ વિરોધ દબાણકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હોવાની રજૂઆત ખેડૂત ખાતેદારો દ્વારા કરવામાં આવી છે.

        શિવ શક્તિ સહભાગી પિયત સહકારી મંડળી દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીની મચ્છુ ૨ ની કેનાલ માધાપર વજેપર અને અમરેલી તેમજ ગોર ખીજડીયા સહિતના ખેડૂત ખાતેદારોની માલિકીની જમીન આવેલી છે જે કેનાલનું સફાઈ કામ ચાલે છે જેથી કેનાલની બાજુમાં સોસાયટીના રહીશોએ પોતાના અંગત સ્વાર્થ માટે ખાતર, ખેડૂતોની કેનાલ માટે એક્વાયર કારેલી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી પાર્ક્નીગ, બગીચા બનાવી દબાણ કરેલ છે. કેનાલના ખેડૂતોએ સહકારી મંડળી ની રચના કરી સહકારી માળખાથી નોંધાયેલ છે આ કેનાલ ઝડપથી રીપેર થાય તે માટે કેનાલ ખેડૂતોના હિતમાં આશરે ૭૦૦ ખેડૂતો પાસેથી સિંચાઈ ખાતાએ જમીન એક્વાયર કરી છે આ કેનાલ માત્ર પાણી વહન માટે જ છે. વર્ષોથી સોસાયટીના રહીશો સફાઈ કરવા દેતા નથી આ મંડળીણા ખેડૂતોએ પિયત માટે ફોર્મ ભરી લગભગ ૧ થી દોઢ લાખ જેવી રકમ સિંચાઈ વિભાગમાં જમા કરાવી છે ખેડૂતો પાસેથી લીધેલી જમીન કરોડો રૂપિયાની કીમતની છે જે જમીનમાં સોસાયટીના રહીશોએ દબાણ કર્યા છે તે જમીન ખુલ્લી કરવી ન પડે તેવા બદઈરાદાથી ગંદકી અને ટ્રાફિક તેમજ અકસ્માતનો ભય બતાવી સફાઈ કામમાં વિધ્ન પેદા કરે છે નાની કેનાલ ઝીરોથી છેક ગોર ખીજડીયા સુધી સરકારના ટેન્ડર મુજબ પાકી કરવામાં નહિ આવે અને કામ અટકાવવામાં આવશે તો ખેડૂતો આંદોલનના માર્ગે વળશે તેવી રજૂઆત કરવામાં આવી છે.

(10:17 pm IST)