Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

મોરબીમાં યુવાન સાથે છેતરપીંડી કરનાર બે શખ્સો ઝડપાયા

મોરબી: મોરબીની પંજાબ નેશનલ બેંક બહાર ગત તા.૧૬ ના રોજ યુવાન સાથે ૨ શખ્સોએ  છેતરપીંડી કર્યાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોધાય હતી જે મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ કરતા બંને પરપ્રાંતીય આરોપીઓને ઝડપી પાડયા છે.

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી અને હાલ ટંકારાના ફીનોમેક્સ નામની ફેકટરીમાં કામ કરતા નકુલ રંગલાલ યાદવ (ઉ.વ.૨૭) વાળાએ ગઈકાલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી  હતી કે ગત તા. ૧૬ ના રોજ તે પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો હોય જ્યાં બે અજાણ્યા શખ્શો તેને મળ્યા હતા અને તેની સાથે વાતચીત કરતા આરોપીઓએ તેની પાસે રૂમાલમાં કાગળની થપ્પી રાખેલી હોવાની લાલચ આપી હતી અને દોઢ લાખ રૂપિયા હોવાનું કહી ગાંઠ વળેલો રૂમાલ બતાવ્યો હતો અને દોઢ લાખની લાલચમાં ફરિયાદી યુવાન પાસે રહેલી ૨૫ હજારની રકમ લઈને બંને શખ્શો નાસી ગયા હતા જોકે બાદમાં યુવાને રૂમાલ ખોલતા તેમાંથી કાગળ નીકળ્યા હતા અને દોઢ લાખની લાલચમાં યુવાન છેતરાયો હોય અને ૨૫ હજાર રૂપિયા પણ ગુમાવ્યાનો અહેસાસ થતા આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી રાજુ સહાની અને સુનીલ શાહ રહે. બિહારવાળા સામે છેતરપીંડીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચાલવતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:40 am IST)