Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર આપી હુંફ આપી.

મોરબી : હાલ હાડ થીજવતી ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે મોરબીમાં સેવાકાર્યો માટે જાણીતી સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્વેટર અર્પણ કરી હુંફ આપી હતી

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીની બહેનોએ તાજેતારમાર દોશી હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને સ્વેટર અર્પણ કર્યા હતા શાળામાં અભ્યાસ કરતા ૬૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને હાડ થીજવતી કડકડતી ઠંડીમાં સ્વેટર વડે હુંફ આપવામાં આવી હતી અને મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું સત્કાર્ય કર્યું હતું જે પ્રોજેક્ટમાં પ્રિન્સીપાલ વજેરીયા સાહેબ અને કલબના મેમ્બર કિરણબેન મિશ્રા તેમજ મયુરીબેને સહયોગ આપ્યો હતો
આ પ્રોજેક્ટમાં નિશીબેન બંસલ, ચંદાબેન કાબરા, કલ્પનાબેન, કવિતાબેન મોદાણી તેમજ પ્રજ્ઞાબેન ગોસ્વામીએ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

(10:12 pm IST)