Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભાવનગરમાં નંદકુવરબા મહિલા કોલેજ ખાતે જાણીતા લેખક અને વક્તા જય વસાવડાનું વ્યખ્યાન યોજાયું

ભણતર સાથે ગણતર પણ એટલુ જ મહત્વનું છે ” -જય વસાવડા “ નિષ્ફળતા એ જીવનનો પ્રથમ ગુરૂ છે:જય વસાવડા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે જાણીતા લેખક અને પ્રખર વક્તા જય વસાવડા સાથે ઇન્ટલેક્સ્યુઅલ એન્લાઈટમેન્ટ અંતર્ગત વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું .નંદકુંવરબા મહિલા કોલેજ - દેવરાજનગર હંમેશા વિધાર્થીનીઓના સર્વાંગી વિકાસના કાર્યક્રમો કરે છે .આજની વિધાર્થીની તેની કારકિર્દી માં સફળ થઇ શકે તે માટે કોલેજ દ્વારા સતત વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે . જેમાં ગુજરાતમાં પોત પોતાના ક્ષેત્રમાં સંઘર્ષ ખેડીને સફળ થયેલા વિશિષ્ટ મહાનુભાવો વક્તાઓ , લેખક સાથે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સાથે સાક્ષાત્કાર કરવામાં આવે છે . આજની શિક્ષણ પદ્ધતિ ચાર દિવાલ વચ્ચેની છે . આખા વર્ષ દરમિયાન નક્કી કરેલા સમયમાં સિલેબસ ભણવાનો અને ૩ કલાકના સમયમાં પરીક્ષા આપી પોતાનું કેરિયર નક્કી કરવાનું ,આ ઉપરાંત ટકાવારીનું પણ મહત્વ વધ્યું હોવાથી વિધાર્થીઓમાં વાંચન અને ઈતર જ્ઞાન નું મહત્વ ઘટ્યું છે . આજના વિધાર્થીને માત્ર સિલેબસની બુક સિવાય પોતાના સ્વ - વિકાસની એક પણ બુક માં રસ નથી . આથી વિધાર્થી નીરસ બનતો જાય છે . પશ્ચિમી સંસ્કૃતિ નું આંધળું અનુકરણ અને બદલાતા જતા ઝડપી યુગમાં પ્રથમ આવવાની હોડમાં આપણી મૂળભૂત પરંપરાઓ સંસ્કારો વિસરાતા જાય છે . પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ આપણા દેશમાં જયારે હતી ત્યારે વિધાર્થીના સર્વાંગી વિકાસ સાથે સંસ્કાર સિંચનનું શિક્ષણ પણ અપાતું હતું . ગુરૂ - શિષ્યની પરંપરા આ શિક્ષણ પદ્ધતિને કારણે વિધાર્થીમાં અભ્યાસ સાથે રાષ્ટ્રપ્રેમ પોતાનો સ્વ - વિકાસને કારણે વિધાર્થી આત્મ - નિર્ભર બનતો હતો .

નંદકુંવરબા મહિલા કોલેજ - દેવરાજનગર દ્વારા અભ્યાસ ને લગતા ઓરીએન્ટેશન , વર્કશોપ સેમીનાર , ગેસ્ટ લેક્ચર ની સાથે સમાજ જીવનના ઉત્સવો જેવા કે ગણપતિ ઉત્સવ , નવરાત્રી મહોત્સવ હરીણીયુ રોજુ જેવા કાર્યક્રમો ની સાથે વિધાર્થીનીના વિકાસ માટે ગુજરાતના જાણીતા પોતાના જીવનમાં સંઘર્ષ કરીને સફળ થયેલ મહાનુભાવો લેખકો સાથે મોટીવેશન સ્પીકર સાથે સાક્ષાત્કાર પણ કરવામાં આવે છે . તેના ભાગ રૂપે ગુજરાતના જાણીતા વક્તા અને લેખક જય વસાવડાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું . આ વ્યાખ્યાન તા . ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ સવારે ૦૯:૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ , સરદારનગર ખાતે યોજવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગરના ડી.વાય.એસ.પી. સિંઘલ સર પણ ઉપસ્થિત રહ્યા હતા .

 આ કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાતના જાણીતા લેખક જય વસાવડા એ પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે જીવનમાં નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથીયું છે . તેથી જીવનમાં નિષ્ફળતા એ પ્રથમ ગુરૂ ગણી શકાય તેમજ જીવન એ ભણતર ગણતર અને ચણતરમાં વહેચાયેલું છે કાર્યક્રમ ના અંતે કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ અને અધ્યાપકો એ પોતાના જીવનમાં કેવી રીતે સફળતા તે અંગેની પ્રશ્નોતરી નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં મુખ્ય વક્તા જય વસાવડાએ વિવિધ પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપ્યા હતા .

(9:15 pm IST)