Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જામનગરમાં ૧ લાખની સામે ૩ લાખ ચુકવી દીધા છતા વ્યાજની પઠાણી ઉઘરાણી - ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં જાબીરભાઈ રહેમાનભાઈ ચૌહાણ, ઉ.વ.૪પ, રે. ગરીબનવાજ, બાલમંદિર વાળી છેલ્લી ગલી, મોરકંડા રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી પાંચેક વર્ષ પહેલાથી આજદિન સુધી કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટીમાં આરોપી ઈકબાલ કાસમભાઈ ગાદ પાસેથી રૃ.૧,૦૦,૦૦૦/માસીક પાંચ(પ) ટકાના વ્યાજે લીધેલ હોય અને તેણે સીકયોરીટી પેટે ફરીયાદી જાબીરભાઈ પાસેથી તેની સહી વાળા ઈન્ડુસલેન્ડ બેંકના કોરા ચેકો લીધેલ હોય જે ચેકમાં રકમ ભરી ચેક બાઉન્સ કરી ફરીયાદી જાબીરભાઈએ આજદીન સુધી આશરે રૃ.૩,૦૦,૦૦૦/ચુકવી આપેલ હોય તેમ છતા તેની મુળ રકમ તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી ગુનો કરેલ છે.

ફરજમાં રૃકાવટ કરી મારમાર્યાની રાવ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં નવીનદાન વાઘદાન ગઢવી, ઉ.વ.૪ર વાળા એ ફરીયાદ  નોધાવી છે કે, ફરીયાદી તથા સાહેદ સુભાષ માર્કેટ સર્કલ પાસે પોતાની ટ્રાફીની કાયદેસરની ફરજ હોય ત્યારે આરોપીઓ કાસભાઈ ઉર્ફે કાસીમ સાજીદભાઈ મહુર તથા ફૈઝલ સલીમભાઈ ભગાડ એ ફરીયાદી નવીનદાન તથા સાહેદની કાયદેસરની ફરજમાં રૃકાવટ કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી સાહેદને શરીરે મુઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યો

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા, ઉ.વ.૩૧, રે. ન્યુ સાધના કોલોની પહેલો ગેઈટ, બ્લોક નં.એમ/પ૧ રૃમ નં.૩૮૬પ, રણજીતસાગર રોડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હિતેશભાઈને અગાઉ સુરેશ ઉર્ફે સુર્યો વિજયભાઈ સોનારા સાથે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી ગુલાબનગર સામે, ભરાજ ઓટો ગ્લાસભ નામની દુકાન પાસે ત્રણ અજાણ્યા ઈસમો એ મોઢે રૃમાલ તથા માથે ટોપી પહેરી લોખંડના પાઈપના આડેધડ ઘા કરી ફરીયાદી હિતેશભાઈને ભુંડી ગાળો આપી જાતી પ્રત્યે હડધુત કરી તથા સાહેદ યુવરાજસિંહ ને આરોપીઓએ લોખંડના પાઈપના ઘા મારી ડાબા હાથમાં ફેકચર કરી તથા સાહેદની થાર ફોરવ્હીલમાં આડેધડ ઘા મારી કાચ તોડી આશરે કિંમત રૃ.૩૦,૦૦૦/નું નુકશાન કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઈંગ્લીશ દારૃનો જથ્થો

ઝડપાયો : આરોપી ફરાર

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે માલદેભુવનમા આવેલ છેલ્લી દિવાલે જાહેરમાં આવેલ બંધ બાથરૃમમાં આરોપી કિશન ઉર્ફે કે કે કનખરા એ પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૃની કાચની કંપનીની શીલબંધ બોટલ નંગપર કિંમત રૃ.ર૬,૦૦૦/ના મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.આરોપી કિશન ઉર્ફે કે કે કનખરા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનો ગળાફાંસો

ખાઈ આયખું ટુકાવ્યું

અહીં પવનચકકી, નાનકપુરી રાવળવાસમાં રહેતા રાયશીભાઈ વેરશીભાઈ ગોહીલ, ઉ.વ.પ૦ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, મરણજનાર શાંતિલાલ વેરશીભાઈ ગોહીલ, ઉ.વ.૩પ વાળાએ ગુલાબનગર વિભાપર રોડ, રામવાડી શેરી નં.૧ માં પોતાના સસરાના ઘરે કોઈ અગમ્ય કારણોસર લોખંડની આડીમાં ફાળીયુ બાંધી ગળેફાસો ખાઈ મરણ થયેલ છે

(2:52 pm IST)