Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જૂનાગઢમાં ટ્રાન્‍સપોર્ટ મારફતે પાર્સલમાં આવેલ ૧૪૪ બોટલ વિદેશી દારૂ કબ્‍જે

ક્રાઇમ બ્રાંચની વોચથી ડીલીવરી લેવા કોઇ આવ્‍યુ નહિ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : જૂનાગઢમાં ટ્રાન્‍સપોર્ટ મારફતે પાર્સલમાં આવેલ ૧૪૪ બોટલ વિદેશી દારૂ પકડી પાડી ક્રાઇમ બ્રાંચે બે શખ્‍સો સામે કાર્યવાહી કરી હતી.

જૂનાગઢના દોલતપરામાં નાયરા પેટ્રોલ પંપ સાથે આવેલ ડીલેવરી લી ટ્રાન્‍સપોર્ટના ગોડાઉનમાં દારૂ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ.સિંધવના માર્ગદર્શનમાં સ્‍ટાફે તપાસ હાથ ધરી હતી.

જેમાં તપાસ કરતા પાર્સલમાંથી રૂા. ૮૬,૪૦૦ની કિંતના વિદેશી દારૂની ૧૪૪ બોટલ મળી આવતા ક્રાઇમ બ્રાંચે કબ્‍જે કરી હતી.

દારૂના પાર્સલ જૂનાગઢના હરેશ ઉર્ફે હરીયો અવળાભાઇ ગરચરે મંગાવ્‍યા હોવાનું ખુલ્‍યુ હતું.

તેમજ ૯૮૧૩૭ ૮૨૧૪૨ નંબરનો મોબાઇલ ધારક શખ્‍સ દારૂના પાર્સલની ડીલીવરી લેવા આવવાનો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચને વોચને લઇ આઇમસ ફરકયો ન હતો.

આ બારામાં  બંને શખ્‍સો સામે કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડાની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન ક્રાઇમ બ્રાંચના પો.ઇન્‍સ. જે.એચ.સિંધવ, પો.સ.ઇ. જે.જે.ગઢવી તથા પો.હેડ કોન્‍સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, પો.કોન્‍સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટા વિગેરે પોલીસ સ્‍ટાફએ કરેલ છે.

(1:27 pm IST)