Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સાવરકુંડલાના હીપાવડલી ગામમાં વતનના રતનનું સન્‍માન

ગામનાં ઉદ્યોગપતિ ખોડલધામ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂક પામતા વતનમાં સન્‍માન કરવામાં આવ્‍યું

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૨૫ : પાટીદાર સમાજની સર્વોચ્‍ચ સંસ્‍થા ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડ ખાતેના સાતમા વાર્ષિક સમારોહમાં પાટીદાર સમાજના રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્‍ઠીઓની હાજરીમાં નવા ૫૧ ટ્રસ્‍ટીઓની નિમણૂક કરવામાં આવી છે.  જેમાં સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામના વતની અને અગ્રણી હીરા ઉદ્યોગપતિ દેવચંદભાઈ કપો પરાની પણ ટ્રસ્‍ટી તરીકે વરણી થતા કપોપરાના વતન હિપાવડલી ગામમાં આનંદ પ્રસરી ગયો છે.

તા. ૨૪ને મંગળવારના રોજ ગામના આગેવાનો દ્વારા નવ નિયુકત ટ્રસ્‍ટી દેવચંદભાઈનું જાહેર સન્‍માન કરવામાં આવ્‍યું હતું અહીં હિપાવલી ગામના પૂર્વ સરપંચ શ્રી ગોરધનભાઈ રાદડિયા ગામના યુવા આગેવાન આશિષભાઈ જોગાણી, છગનભાઈ મકવાણા, જેન્‍તીભાઈ ઠુંમર, કાળુભાઈ કપોપરા ,સરપંચ વાલાભાઈ કંટારીયા, લાખાભાઈ બાવળીયા સહિત સમસ્‍ત ગ્રામજનો દ્વારા દેવચંદભાઈનું ખોડલધામ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી જેવા પ્રતિષ્ઠા ભર્યાં પદ ઉપર  નિમણૂક પામતા સન્‍માન કરવામાં આવ્‍યું હતું અને નાના એવા હિપાવડલી ગામનું નામ રાજ્‍ય કક્ષાએ નામ રોશન કરવા બદલ અભિનંદન આપ્‍યા હતા.

વતનના લોકો દ્વારા સન્‍માન કરવામાં આવતા દેવચંદભાઈ  એ વતન નાં ગામ હિપાવાડલીનાં ગ્રામજનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. 

(1:26 pm IST)