Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રામરાજય ફિલ્‍મ શુક્રવારે રિલીઝ થશે : જૂનાગઢના કલાકાર આર.કે.શીલુએ કલાના ઓજસ પાથર્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૫ : એ.ડી.ભાસ્‍કર ફિલ્‍મનું નવું નઝરાણું રામરાજય ફિલ્‍મ તા. ૨૭ને શુકવારના રોજ રિલીઝ થઇ રહી છે.

જેમાં પ્રોડયુસર અભય ભાસ્‍કર સ્‍ટોરી દિનેશ ભાસ્‍કર અને ડાયરેકટર કિશોર બી ગોટી અને મ્‍યુઝીક જયેશ બારોટ અને સીંગર જયેશ બારોટ, જાગૃતિ બારોટ અને એડીટીંગ મોતી પટેલએ કરેલ છે. કાસ્‍ટીંગ મોતી પટેલ માહી જાદવ આકાર ભીલ કિશોર ભાસ્‍કર, રસ્‍મીકા ઉપાધ્‍યાય આર.કે.શીલુ, પરેશ ભટ્ટ, શ્રેયાસી બારોટ સહિતના કલાકારોએ અભિનય ઓજસ પાથર્યા છે. જેમાં જૂનાગઢ આર.કે. શીલુ એ પણ રોલ કર્યો છે. તેમ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

(1:26 pm IST)