Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પ્રેમીકાની હત્‍યા કર્યા બાદ ખોટી સ્‍ટોરી ઉભી કરી પણ પી.એમ. રીપોર્ટમાં ભાંડો ફુટ્‍યોઃ ગોંડલનો બનાવ

જમવાનું બનાવવા બાબતે ઝઘડો થતા માથામાં ધોકો ફટકારી ઢીમ ઢાળી દિધુ'તુ : પગથીયેથી લપસી પડી જતા મોત થયાની ખોટી વાર્તા પોલીસ સમક્ષ રજૂ કરી'તી : હત્‍યા કરનાર ભાવેશ જોગરાદીયાને આજે કોર્ટમાં રજૂ કરાશે

ગોંડલ, તા. રપ : (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)અત્રેના હરભોલે સોસાયટી માં રહેતા યુવાને છેલ્લા ૮ માસથી સાથે રહેતી પરિણીત પ્રેમિકાને માથાના ભાગે ધોકો ફટકારી લોહી લુહાણ થતા સીડીના પગથીએથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે દવાખાને લઈ ગયા બાદ  તેનું મોત નીપજતા  પોલીસ ની કુનાહભરી તપાસ  અને પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટતા શહેર પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હરભોલે સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભાવેશ બાબુભાઈ જોગરાદિયા ઉ.વ. ૪૪  છેલ્લા આઠ માસથી તેનું ઘર માંડી ને સાથે રહેતી જસદણ તાલુકા ના ખડવાવડી ની પરિણીત પ્રેમીકા સોનલબેન રમેશભાઈ પલાળીયા  સાથે રસોઈ બનાવવા બાબતે બોલા ચાલી થતા ઉશ્‍કેરાયેલા ભાવેશે તેના માથામાં લાકડા નાં ઘોકા નો ઘા ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી બાદમાં સોનલબેન સીડીના પગથિયેથી લપસી પડી હોવાની વાર્તા ઘડી કાઢી સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ હોસ્‍પિટલે લઈ ગયેલો હતો જ્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નીપજતા પોલીસ ને શંકા ઉદ્‌્‌ભવી હતી. પીઆઈ.મહેશ સાંગાડા  એ કુનેહભરી તપાસ હાથ ધરી સોનલબેનનું પીએમ કરવામાં આવતા રિપોર્ટમાં મહિલાના મળતદેહમાં અન્‍ય કોઈ જગ્‍યાએ બીજા કોઈ ઈજા નાં નિશાન ન જણાતા  હત્‍યા નો ભાંડો ફૂટતા  પીઆઈ મહેશ સંગાડા એ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨ જીપીએસ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ હત્‍યા ની ઘટનાના ફરિયાદી મળતક સોનલબેનના પુત્રી પાયલબેન પ્રદીપભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદ કરી હતી.જેમા જણાવ્‍યું હતું કે તેના પિતાને પેરેલિસિસ નો હુમલો આવ્‍યા બાદ તેઓ પથારી વસ થઈ ગયા હતા બાદમાં તેણીની માતા સોનલબેન છેલ્લા આઠેક માસથી તેના પ્રેમી ભાવેશ જોગરાદિયા નાં ઘરમાં બેસી ગયેલ હતી.   ભાવેશે તેને ફોન કરી કહ્યું હતું કે તારી માતાનું સીડી ના પગથિયેથી પડી જવાથી ઘાયલ થયેલ હતી અને સારવાર માં મળત્‍યુ થયાનુ જણાવતા શંકા ગઈ હતી. મળતક સોનલબેન કેટર્સ મા કામ કરતા હતા.તથા ભાવેશ છુટક મજુરી કરતો હતો.તા.૨૩ સોમવાર ના સાંજે બન્ને કામ પર થી ઘરે આવ્‍યા હતા.જ્‍યા જમવાનુ બનાવવા બાબતે બન્ન વચ્‍ચે કંકાસ થતા  ભાવેશે ગુસ્‍સા ના આવેગ માં લાકડુ ફટકારી હત્‍યા કરી ખોટી સ્‍ટોરી ઉભી કરી  હતી.પરંત પીઆઇ.સાંગાડા ની આગવી પુછપરછમાં ભાવેશે પોપટ બની હત્‍યા કબુલી હતી. હત્‍યા કરનાર ભાવેશને આજે કોર્ટમાં રજુ કરનાર છે તેમ પોલીસ સુત્રોએ જણાનું હતું.

(1:21 pm IST)