Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

પોરબંદરમાં ૮૬ ગુનામાં પકડાયેલી દારૂની ર૧૯૦ બોટલોનો પોલીસ દ્વારા નાશ કરાયો

પોરબંદર તા.રપ : અલગ અલગ સ્‍થળોએ ૮૬ ગુનાઓમાં પકડાયેલી દારૂની ર૧૯૦ બોટલો ઉપર દરિયાકાંઠે પોલીસે બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્‍યો હતો.

રવિ મોહન સૈની પોલીસ અધિક્ષક પોરબંદર શહેર ડીવીઝનના તમામ પોલીસ સ્‍ટેશનમાં અસરકારક કામગીરી કરી મુદામાલ નિકાલ કરવા સુચના આપેલ હોય, જે અન્‍વયે નિલમ ગોસ્‍વામી, નાયબ પોલીસ અધિક્ષક શહેર વિભાગનાઓએ શહેર ડીવીઝનના કમલાબાગ કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા ર્હાબર મરીન પોલીસ સ્‍ટેશનના તમામ અધિકારીશ્રીઓ મારફતે ગુનાના કામે કબજે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટે લગત કોર્ટ ખાતેથી મંજુરી મેળવવાની કાર્યવાહી કરાવીને તથા સબ ડીવી.મેજી. સા. તથા અધિક્ષકની નશાબંધી અને આબકરાી વિભાગ, તથા થાણા અધિકારીશ્રી (કમલાબાગ કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન)ની કમીટી દ્વારા ઇન્‍દિરાનગર દરિયાકાંઠે કમલાબાગ, કીર્તિમંદિર, ઉદ્યોગનગર તથા હાર્બર મરીન પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશનની ધારાઓ હેઠળ અલગ અલગ ગુનાઓમાં પકડાયેલ ૮૬ ગુના ર૧૯૦ બોટલ કિ.પ૪૧૪પરનો મુજબના ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂનો મુદામાલનો નાશ કરવામાં આવેલ છે.

(1:15 pm IST)