Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

દામનગર ગાયત્રી મંદિર સાંસ્કૃતિક હોલ ખાતે રકતદાન કેમ્પ યોજાયો

 દામનગર : પોલીસ પરિવાર અને રેડકોર્સ સોસાયટી ભાવનગર ના સંકલન થી સુંદર આયોજન કરાયું. જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત યોજાયેલ રકતદાન કેમ્પ માં દામનગર શહેર પોલીસ ની સેવા કર્તવ્ય નિષ્ઠા પરોપકારી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા રકતદાતા યુવાનો એ લાઈનો લગાવી હતી. દામનગર ગાયત્રી મંદિર ખાતે પોલીસ પરિવાર આયોજિત રકતદાન કેમ્પ માં હોમગાર્ડ શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ અને સ્થાનિક અગ્રણી ઓ યુવાનો ગ્રામ્ય વિસ્તારના સરપંચે ઉત્સાહ ભેર રકતદાન કેમ્પ માં સેવા આપી હતી. સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલ રકતદાન કેમ્પ માં રકતદાનની મહત્તા દર્શવાતા પોસ્ટર બેનર અને હદયસ્પર્શી સૂત્રો લગાવ્યા હતા અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી દ્વારા જનસેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતી દામનગર શહેર પોલીસ દ્વારા રકતદાન કેમ્પ યોજી માનવતાવાદી અભિગમ અપનાવી સદેશ આપ્યો હતો. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

(11:48 am IST)