Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સર્વત્ર કાતિલ ઠારઃ નલીયા ૫.૮ - ગીરનાર ૯ ડિગ્રી

લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

રાજકોટ તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ કડકડતી ઠંડી યથાવત છે. લોકો ઠંડીના કારણે ઠુંઠવાઇ રહ્યા છે. લધુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે.

આખો દિવસ ઠંડીની અસર અનુભવતા શિયાળાનો અસલ મિજાજ જોવા મળી રહ્યો છે. દિવસના સમયે પણ ગરમ વષાો પહેરી રાખવા પડે છે અને મોડી રાત્રીના રસ્‍તાઓ સુમસામ બની જાય છે. લોકો ઠંડીથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

આજે કચ્‍છના નલીયામાં પ.૮ ડિગ્રી, ગીરનાર પર્વત ૯ ડિગ્રી, રાજકોટમાં ૮.૭ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ સોરઠમાં  પણ કાતિલ ઠારનું સામ્રાજય રહ્યું છે.

આજે ગીરનાર પર્વત પર ૯ ડિગ્રી અને જુનાગઢમાં ૧૪ ડિગ્રી ઠંડી રહી હતી.

ઠંડીમાં રાહત રહી હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીન.ે ૪૦ ટકા થઇ જતાં ઠાર વધ્‍યો હતો.

ઠારની સાથે ૭.૩ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા વાતાવરણ ઠંડુગાર રહેતા લોકો ઠુંઠવાય ગયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-૧ર, મહતમ તાપમાન-ર૪, ભેજનું પ્રમાણ પ૦%, પવનની ગતી ૪.૬ કિ.મી. રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર લઘુતમ તાપમાન ડિગ્રી

ગીરનાર પર્વત     ૯.૦

અમરેલી          ૧૦.૪

બરોડા            ૧૧.૦

ભાવનગર        ૧ર.૧

ભુજ                ૯.૭

ડીસા               ૯.૮

દીવ                ૯.૯

દ્વારકા            ૧૪.૧

ગાંધીનગર         ૯.ર

જામગનર           ૧ર

જુનાગઢ            ૧૪

કંડલા            ૧૧.૦

નલિયા             પ.૮

ઓખા            ૧૭.પ

પાટણ              ૮.૧

પોરબંદર           ૯.૦

રાજકોટ            ૮.૭

સાસણગીર        ૧ર.૪

સુરત             ૧૪.૮

વલસોડ            ૭.૮

વેરાવળ        ૧ર.૪

(11:34 am IST)