Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જૂનાગઢ ઉપરકોટ અંગે રજૂઆત કરતા અશ્વિનભાઇ મણીયાર

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૨૫ : ગુજરાત સરકારના આર્થિક સહયોગથી ઉપરકોટ જયારે નવપલ્લવીત થવા જઈ રહયો છે. ત્‍યારે  ભુતકાળમા ઉપરકોટમાં અનેક લોકોએ અલગ અલગ કારણોસર અને અન્‍ય મુદાઓને ધ્‍યાનમા લઈ ત્‍યા અનેક પેસકદમીઓ થયેલી હતી. લાઈટ એન્‍ડ સાઉન્‍ડ શો ની સામગ્રીની ચોરી થયેલી. બે ત્રણ ડિપાર્ટમેન્‍ટના અન્‍ડરમાં ઉપરકોટ આવતો હોય તેથી જવાબદારીઓની ફેકા-ફેકી થયેલી જેથી ઉપરકોટ અને તેની કિમતી સામગ્રીની કોઈએ રખેવાળી કરેલી નહોતી.

જેથી ઉપરકોટ ખંડેર બનેલ અને મૃતપાય હાલતમાં આવી ગયેલ હતો. આ બાબતે યોગ્‍ય સુચનો અને માર્ગદર્શનો તથા જવાબદારીઓ ફિકસ થવી જોઈએ. ઉપરકોટ ભુતકાળમાં અસામાજિક તત્‍વોનો અડડો બનેલ અને દારુ, ગાંજો, ચરસ તેમજ પ્રતિબંધિત વસ્‍તુઓ વગેરેનો અડડો બનેલ. આ ઉપરાંત યાત્રીકોના વાહનો અંદર ન જવા દઈ અને પ્રાઈવેટ પેઢી હોય એ રીતે અમુક લાગતા વળગતા લોકોના વાહનો અંદર જાઈ તેવી પ્રવળત્તિઓ કરવામા આવતી હતી અને પગની તક્‍લીફવાળા ઉંમરલાયક લોકો નિયત ખર્ચ કરતા વધુ રકમ ચુકવી ઉપરકોટમા સહેલગા કરતા હતા અને જુનાગઢની ગરીમાને નુકશાન પહોચે તેવા કાર્યો ઉપરકોટમાં જે તે સમયે થઈ રહયા હતા. આ બાબતે જે સરકારી અર્ધસરકારી સંસ્‍થાઓ ઉપરકોટ સાથે સંકળાયેલ હોય તેમની સાથે સંકલન કરી જવાબદારીઓની સોપણી કરી અને જુનાગઢ આવનાર કોઈ પણ પ્રવાસી માટે આ યાદગાર નજરાણુ જુનાગઢને ઉતમ પ્રવાશન કેન્‍દ્ર તરીકે સ્‍વીકારે તે  બધા માટે આવકાર્ય બાબત છે. આ બાબતે સિકયુરીટી, સી.સી.ટીવી તેમજ જરૂર પડે પોલીસ વ્‍યવસ્‍થા ઉભી કરવી જોઈએ તેવી રજુઆત  અશ્વિનભાઇ મણીયાર દ્વારા કરવામાં આવેલ છે.

(10:49 am IST)