Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સોમનાથ મહાદેવને કાલે પ્રજાસત્તાક દિને ત્રિરંગાનો ભવ્‍ય-દિવ્‍ય સાયં શણગાર

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૫ : વિશ્વ પ્રસિધ્‍ધ ભારત બાર જયોર્તિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ૨૬ જાન્‍યુ. પ્રજાસત્તાક દિને ધર્મ ભકિત અને રાષ્‍ટ્રભકિતના અદભૂત સમન્‍વયથી રાષ્‍ટ્રની આન-બાન અને શાનથી ઉજવાય છે.

૨૬ જાન્‍યુઆરીએ સોમનાથ મહાદેવને રાષ્‍ટ્રધ્‍વજ ત્રિરંગાનો  દિવ્‍ય શણગારનું આયોજન અને સવારે સોમનાથ મંદિર પરિસરમાં રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવાશે તેમજ સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમાને પુષ્‍પવંદના સહિતના કાર્યક્રમો આયોજન કરાય છે.

અત્રે એ યાદ આપવું જરૂરી છે કે તત્‍કાલીન ભારત નાયબ વડાપ્રધાન ભારત આઝાદ થતા સૌ પ્રથમ ૧૩ નવેમ્‍બર ૧૯૪૭ સોમનાથ આવ્‍યા હતા. અને તે દિવસોમાં મંદિર ખંડિત-ર્જીણ હતું.

સરદારે મંદિરના નવનિર્માણ સંકલ્‍પ લેતા જ તે સમયે ઉપસ્‍થિત લોકો જે સરદારને આવકારવા રાષ્‍ટ્રધ્‍વજ સાથે આવ્‍યા હતા. તેઓએ મંદિર ઉપર રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવ્‍યો કારણ કે તે સમયે મંદિર હતુ નહીં અને મંદિર ઉપર ચઢાવાતી ધજા તાત્‍કાલીક પ્રાપ્‍ત હતી નહીં.

ભારતના બહુ જ ઓછા મંદિરમાં રાષ્‍ટ્રીય પર્વે ધ્‍વજવંદન થતા હોય છે જેમાં સોમનાથ અગ્રેસર છે. અને અહીં ધ્‍વજવંદન કરાતુ રહે છે.

(10:44 am IST)