Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયનના પાંચ કર્મચારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી

(વિનોદ ગાલા દ્વારા આ)ભુજ તા.૨૫

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની  લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે માન. મુખ્યમંત્રીશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.   

પસંદગી પામેલ  સુરતસિંહ વાઘજી સોઢા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે હવાલદારની જગ્યાએ તા.૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવેલ છે. તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે હવાલદારની ફરજ ઉપરાંત રૂદ્રમાતા તાલીમ સેન્ટર ની ફરજો બજાવી રહ્યા છે.

 

 વેલુભા મેરામણજી જાડેજા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોર્ડર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલા છે. હાલમાં તેઓ એ કંપની ખાતે નાયકની ફરજ બજાવી રહેલ છે.

 

 સવાઇસિંહ ભુરજી સોઢા નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે નાયકની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલ તાલીમો સફળતા પૂવૅક મેળવેલી છે. તેઓએ બોડૅર ડ્યુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ સી કંપની ખાતે નાયકની ફરજ બજાવી રહેલ છે.

 

 માવજી હિરા પરમાર નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે લાન્સ નાયકની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવેલી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલ તાલીમો સફળતા પૂર્વક મેળવેલી છે. તેઓએ બોર્ડર ડયુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ એ કંપની ખાતે લાન્સ નાયકની ફરજ બજાવી રહ્યા છે. 

 

 પોપટભાઇ વિશ્રામભાઇ દવે નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે ગાર્ડઝમેનની જગ્યાએ તા. ૩૦/૦૭/૨૦૦૩ના નિમણુંક મેળવી તેઓએ બટાલિયન ખાતેથી આયોજીત કરવામાં આવેલી તાલીમો સફળતા પૂર્વક મેળવી છે. તેઓએ બોર્ડર ડયુટી, કાયદો વ્યવસ્થા, જેલ સુરક્ષા, તેમજ રાજય અને રાજય બહાર ચૂંટણી ફરજો બજાવેલી છે. હાલમાં તેઓ બટાલિયન કચેરી ખાતે ડ્રાઇવર તરીકેની ફરજ બજાવી રહ્યા  છે.

આ એવોર્ડ મળવા બદલ આ પાંચે કર્મચારીઓને  બટાલિયન કમાન્ડન્ટશ્રી  સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.

(10:11 am IST)