Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ધોરાજીમાં જગતગુરુ શ્રી રામાનંદા ચાર્યે મહારાજની 722 મી જન્મ જયંતિ મહોત્સવ સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી રામાનંદી સાધુ સમાજ દ્વારા સોની બજાર ખાતે આવેલ રામજી મંદિર ખાતે જગતગુરુ શ્રી રામાનંદા ચાર્યે મહારાજની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવી હતી

આ પ્રસંગે રામાનંદી સાધુ સમાજ ના  મંદિરના મહંત દિલીપભાઈ અગ્રાવત અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપના મંત્રી ધીરુભાઈ કોયાણી રામાનંદી સાધુ સમાજના યુવા અગ્રણી નિમેષભાઈ અગ્રાવત રાજકોટ વિગેરે મહાનુભાવોની હાજરીમાં જગતગુરુ શ્રી રામાનંદાચાર્યે મહારાજની 722 મી જન્મ જયંતિ મહોત્સવ ધાર્મિક વિધિ દ્વારા સાદાઈથી ઉજવવામાં આવેલ
આ સમયે સોની બજાર ખાતે આવેલ રામજી મંદિરના મહંત દિલીપભાઈ અગ્રાવત એ જણાવેલ કે અમારા રામજી મંદિર ખાતે બ્રહ્મલીન મહંત શ્રી ગોપાલદાસ અગ્રાવત વર્ષોથી પરંપરાગત જગતગુરુ રામાનંદાચાર્ય ની જન્મ જયંતી  ઉજવે છે જેના ભાગરૂપે હાલમાં કોરોના મહામારી ના સમયમાં ઉત્સવ ઉજવવાની મનાઈ હોય જેથી  અગ્રણીઓ સાથે ધાર્મિક વિધિ અને પૂજા અર્ચન સાથે જગતગુરુ રામાનંદાચાર્ય જન્મ જયંતિ સાદાઈથી યોજવામાં આવી હતી
આ પ્રસંગે રામાનંદી સાધુ સમાજ ના યુવા અગ્રણી નિમેષભાઈ અગ્રાવત એ જણાવેલ કે દર વર્ષે સાધુ સમાજ દ્વારા ભવ્ય રીતે જગતગુરુ રામાનંદાચાર્ય જન્મ જયંતિ ઉજવવામાં આવતી હોય છે અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ સરકારની ગાઈડન્સ અને નિયમ પ્રમાણે આ વર્ષે કોઈ ઉત્સવ મોટો ઉજવવામાં આવ્યો નથી માત્ર ને માત્ર ધાર્મિક વિધિ  દ્વારા ધાર્મિક પરંપરા મુજબ જગતગુરૂ રામાનંદાચાર્ય મહારાજ ની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવી છે

 

 

(8:14 pm IST)