Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જામનગરમાં આર્મી એરીયામાં બીપીઇટી ટેસ્ટ માટે રનીંગ કરતા પડી જવાથી યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: અહીં મીલ્ટ્રી સ્ટેશન એમ.એ.પી.લાઈન પ૧૩/ર જામનગરમાં રહેતા ધનરાજસીંગ ઈમોચાસીંગ, ઉ.વ.ર૬ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧–ર૦રરના આ કામે મરણજનાર સીવીલઅહેમદ બશીર અહેમદ, ઉ.વ.રર, રે. આર્મી એરીયા, જામનગરવાળા એ આર્મી એરીયામાં બી.પી.ઈ.ટી. ટેસ્ટ માટે રનીંગ કરતા હતા ત્યારે રનીંગ કરતા કરતા અચાનક પડી જતા બેભાન થઈ જતા સારવારમાં મીલ્ટ્રી હોસ્પિટલમાં લઈ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

ગળાફાંસો ખાઈ લેતા યુવાનનું મોત

 જૂનાગઢ જિલ્લાના મઢડા ગામે રહેતા હરેશભાઈ લખમણભાઈ પીઠીયા, ઉ.વ.૪૩ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે આ  કામે મરણજનાર કલ્પેશભાઈ દેવાયતભાઈ પીઠીયા, ઉ.વ.ર૪, રે. રામવાડી, જામજોધપુવાળા કોઈપણ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ જવાની મરણ થયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના બેરાજા ગામે રહેતા નટુભા પ્રતાપસિંહ જાડેજા, ઉ.વ.પ૪ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧–ર૦રરના આ કામે મરણજનાર પ્રવિણસિંહ મુળુભા જેઠવા, ઉ.વ.૩પ, રે. તુલસીપાર્ક સોસાયટી, જામખંભાળીયા, જિ. દેવભૂમી દ્વારકાવાળાએ વાવબેરાજા ગામે લગ્ન પ્રસંગમાં મેમાન તરીકે આવેલ હોય તેઓને છાતીના ભાગે દુઃખાવો થતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

બીમારીથી વૃઘ્ધનું મોત

અહીં હાલાર હાઉસ, સ્વામીનારાયણનગર, જામનગરમાં રહેતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, ઉ.વ.૩૬ એ સીટી બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧–ર૦રરના આ કામે મરણજનાર રણજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા, ઉ.વ.૬૯, રે. હાલાર હાઉસ સ્વામીનારાયણ નગર, જામનગરવાળા ને છ એક વર્ષથી બી.પી.ની બિમારી હોય અને આજરોજ તબીયત વધારે બગડતા સારવારમાં લાવતા ફરજ પરના ડોકટરે મરણ થયેલનું જાહેર કરેલ છે.

ભીક્ષુકનું બિમારીથી મોત

અહીં નંદન પાર્ક શેરી નં.ર જામનગરમાં રહેતા ભાવેશ લલીતાભાઈ રાજપરા, ઉ.વ.૪૧ એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧–ર૦રરના આ કામે મરણજનાર ગીરીશભાઈ અમૃતલાલ રાજપરા, ઉ.વ.પ૩, રે. હવાઈચોક, એપોલો મેડીકલ પાસે, જામનગરવાળા  ઘણા વર્ષોથી એકલા રહેતા હોય અને ભીક્ષુક જીવન વિતાવતા હોય અને બિમાર હોય જેથી બેભાન હાલતમાં સારવારમાં જી.જી.હોસ્ટિપલમાં લઈ જતા મરણ થયેલ છે.(

(1:15 pm IST)