Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જૂનાગઢ જિલ્લામાં નવા કેસોની સંખ્યા સામે સ્વસ્થ થનારા દર્દીઓ વધ્યા : નવા ૮૫ કેસની સામે ૯૫ લોકોને ડિસ્ચાર્જ કરાયા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૨૫: કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસો સુધી જૂનાગઢ જિલ્લામાં કોરોનાના સર્વોચ્ચ કેસો આવ્યા બાદ રવિવારથી કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં નવા કેસોમાં બે ગણો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે જૂનાગઢ જિલ્લામાં ૮૫ જેટલા કોરોનાના નવા કેસો નોંધાયા છે. કેસો વધવાની સ્થિતી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલ ૯૫ જેટલા દર્દીઓ સ્વસ્થ થઇ જતા પરત ઘરે ફર્યા છે.

ગઇ કાલે નવા કેસોમાં જૂનાગઢ શહેરમાં ૫૪, જૂનાગઢ ગ્રામ્યમાં ૧૭, માળીયામાં ૧, માણાવદરમાં ૩, મેંદરડામાં ૧, માંગરોળમાં ૧, વંથલીમાં ૩, વિસાવદરમાં ૫ કેસ નોંધાયા છે. કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

જૂનાગઢ જિલ્લામાં ૧૮૫૯ લોકોને વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે. જયારે જિલ્લામાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ૧૬૪૯ ઘરોમાં ૯૨૨૪ લોકો છે. જિલ્લામાં ધનવંતરી રથોમાં તૈનાત ૪૭ મેડીકલ ટીમોએ ૪૫૭૭ લોકોને ઓપીડી મુજબ તપાસ કરી છે.

(1:12 pm IST)