Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

માળીયા હાઇવે ઉપર બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું : બે મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી, તા.૨૫: મોરબીમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં મોરબી માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા બે વ્યકિતના મૃત્યુ નિપજયા હોવાનું સામે આવ્યું છે.

વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર નજીક પુલ પાસે ભરડીયા નજીક બંધ પડેલા ટ્રક પાછળ બાઈક દ્યુસી જતા સવારામભાઈ ઉ.૩૫ નામના વ્યકિતનું મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે.

બનાવની મળતી વિગતો મુજબ મોરબી – માળીયા હાઇવે રવિરાજ ચોકડી પાસે જી.જે.૦૧ સી.ટી ૫૫૯૬ બંધ પડેલા ટ્રક પાછળ બાઈક નબર એમ.પી.૧૨ એમ.ઝેડ ૨૯૯૫ નબર બાઈક ઘુસી જતા બાઈકમાં સવારસવારામ નામના યુવાન તથા એક અન્ય યુવાન એમ બંનેના ઘટના સ્થેળ મૃત્યુ નીપજયા હતા તો ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકને જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મુતદેહો પી.એમ. માટે ખસેડવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)