Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ એવા

'રામધામ'ની ભૂમિ ઉપર મહાયજ્ઞ અને મંદિર નિર્માણની ચર્ચા અંગે મોરબીમાં રઘુવંશી સમાજની મીટીંગ મળી

રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીનું સન્માન કરાયુઃ તા. ૧૦, તા. ૧૧ અને તા. ૧૨ ફેબ્રુઆરીના રામધામ ભૂમી-જાલીડા ખાતે ત્રિદિવસીય શ્રીરામ મહાયજ્ઞ થશે

વાંકાનેરઃ રામધામની ભૂમિ ઉપર રામયજ્ઞ અને મંદિર નિર્માણ કાર્યની તૈયારી ચર્ચા અને માર્ગદર્શન માટે મોરબીમાં મળેલ સમસ્ત રઘુવંશી સમાજની મીટીંગમાં ઉપસ્થિત અગ્રણીઓ અને રામધામના કમીટી મેમ્બરો તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃ નિલેશ ચંદારાણા-વાંકાનેર)

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૨૫ :. સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિક અને આસ્થાનું ધામ એટલે ભગવાનશ્રી રામનું ભવ્યાતી ભવ્ય મંદિર નિર્માણ એવુ 'રામધામ' માટેની વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં કે જે બાઉન્ટ્રી-કુવાડવા-રાજકોટ વચ્ચે જમીન સંપાદન કાર્ય સાથે આ ભૂમિ ઉપર મંદિર નિર્માણ પહેલા કરવાના થતા ધાર્મિક કાર્યો માટે રામધામ કમીટીના સદસ્યો જીતુભાઈ સોમાણીના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યા છે.

વાંકાનેર, રાજકોટ, મોરબી, કુવાડવા, ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના ગામોના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરી સમગ્ર વિશ્વમાં વસતા રઘુવંશી - લોહાણા સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી તેમના સહયોગ સાથે રામધામ ભૂમિ ઉપર ભગવાનશ્રી રામચંદ્રજી, પ.પૂ. વિશ્વવંદનીય સંત શ્રી જલારામ બાપા તથા વિરદાદા જશરાજના ભવ્યાતીભવ્ય મંદિર નિર્માણ માટે રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી, મહેશભાઈ રાજવીર, વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, બટુકભાઈ બુદ્ધદેવ, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, ઉપપ્રમુખ રમેશભાઈ અખેણી, લલિતભાઈ પુજારા સહિતના મહાજન અગ્રણીઓ યુુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઈ ભીંડોરા સહિતના હોદેદારો ઉપરાંત રાજકોટના અગ્રણીઓ પ્રતાપભાઈ કોટક, હસુભાઈ ભગદેવ, ભીખાલાલ પાઉં, મોરબીના જગદીશભાઈ સેતા, જનકભાઈ, મોરબી મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, અશ્વિનભાઈ કોટક સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંકાનેરમાં સફળ મીટીંગ બાદ મોરબી લોહાણા મહાજન સહિતના મોરબી રઘુવંશી સમાજની તમામ સંસ્થાના અગ્રણીઓની મીટીંગ મોરબીની મયુર ભૂમી ઉપર મળી હતી.

જેમા શ્રી જીતુભાઈ સોમાણીએ રામધામ મંદિર સાથે આપણા સમાજની એકતાના પ્રતિબિંબ સમાજ આ ધામમાં સમગ્ર વિશ્વના રઘુવંશી લોહાણા સમાજ આસ્થાભેર અહીં પધારે સાથે સમગ્ર વિશ્વમાં રઘુવંશી સમાજની એકતાની નોંધ લેવાય તેવુ ભવ્યાતી ભવ્ય ધામ બનાવવા માટે સદગુરૂદેવ શ્રી પ.પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજના આશિર્વાદથી અને તેમની આજ્ઞા સાથે આપણે આગળ વધી રહ્યા છીએ અને પૂ. ગુરૂદેવે આપેલ તા. ૧૦, ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ શ્રી રામધામ ભૂમિ ઉપર શ્રી રામ મહાયજ્ઞની તૈયારી પણ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રીરામયજ્ઞમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ -ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વસતા રઘુવંશી જ્ઞાતિજનો સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉપસ્થિત રહે તે માટેની પણ તૈયારી રામધામ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.

સદ્ગુરૂ દેવશ્રી હરીચરણદાસજી મહારાજની તબીયત સારી હશે તો તે પણ આ શ્રી રામયજ્ઞમાં ઉપસ્થિત રહી અને સૌને આશિર્વાદ આપે તેવા પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

મોરબી ખાતે શ્રી લોહાણા મહાજનના ઉપક્રમે મળેલ 'રામધામ' અંગે મળેલ મીટીંગમાં જીતુભાઈ સોમાણી ઉપરાંત વિનુભાઈ કટારીયા, મહેશભાઈ રાજવીર, ગીરીશભાઈ કાનાબાર, બટુકભાઈ બુદ્ધદેવ, રાજકોટ લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ પ્રતાપભાઈ કોટક, અશોકભાઈ મીરાણી, ભીખાલાલ પાઉં, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, નવીનભાઈ રાચ્છ, મહેશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ રાજવીર, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, મોરબી અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ હસુભાઈ પુજારા, જીતુભાઈ પુજારા, રઘુવીર સેના સાર્વજનીક ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, દેવેન્દ્રભાઈ હીરાણી, મોરબી રઘુવંશી સમાજના અગ્રણી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ સેતા, જલારામ સેવા મંડળના અગ્રણી પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, જીતુભાઈ કોટક, ચીરાગભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, ભાવીનભાઈ ઘેલાણી, અમિત પોપટ, મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સુનિલભાઈ ચંદારાણા, ડેનીશભાઈ કાનાબાર, રોનક કારીયા, યોગેશ માણેક, પોપટ પરિવારના અગ્રણીઓ પ્રફુલભાઈ, સી.પી. પોપટ, હર્ષદભાઈ હીરાણી, અજયભાઈ કોટક, દિનેશભાઈ ભોજાણી, શ્રી જલારામ મહિલા મંડળના બહેનો ઉપરાંત શ્રી લોહાણા મહાજનના કન્વીનર નિર્મિત કક્કડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંચસ્થ અગ્રણીઓએ પ્રાસંગીક પ્રવચન સાથે રામધામ નિર્માણ માટે જીતુભાઈ સોમાણી અને રામધામ કમિટીને મોરબી રઘુવંશી સમાજ તન, મન, ધનથી ટેકા સાથે દરેક કાર્યોમાં મોરબી સાથ સહકાર આપશે તેવી કટીબદ્ધતા દર્શાવી હતી અને મંદિરની રામધામ ભૂમી ઉપર યોજાનાર મહાયજ્ઞમાં પણ બહોળી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેશે તેવી ખાત્રી આપી હતી.

મોરબી લોહાણા મહાજન સહિતના અગ્રણીઓ તથા મહિલા મંડળના અગ્રણીઓએ જીતુભાઈ સોમાણીનું શાલ ઓઢાડી અદકેરૂ સન્માન કરી જ્ઞાતિ એકતા માટે તેમના દ્વારા થતા કાર્યોને બીરદાવ્યા હતા.

(1:07 pm IST)