Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કાલે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ગીર સોમનાથમાં ઉજવણી

ભૂપેન્દ્રભાઇ પટેલનું સાંજે આગમન : કાલે સદ્ભાવના ગ્રાઉન્ડ પ્રભાસપાટણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૨૫ : કાલે પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરાશે.

આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કેશોદ એરપોર્ટ ઉપર ઉતરશે અને ૬.૧૫ વાગ્યે સરકિટ હાઉસ વેરાવળ ખાતે રાત્રી રોકાણ કરશે. કાલે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાશે.

સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્ત્।ાક દિવસના ધ્વજવંદનના કાર્યક્રમની ફાઇનલ રિહર્સલ યોજવામાં આવી હતી. જેમાંસુરક્ષા તંત્રના વિવિધ વિભાગો દ્વારા શિસ્તબદ્ઘ રીતે પરેડ યોજવામાં આવી હતી.

પ્રજાસત્ત્।ાક પર્વના૧દિવસ પૂર્વે યોજાયેલ ફાઇનલ રિહર્સલમાં જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલે સદભાવના ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સાથે જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ,નિવાસી અધિક કલેકટર બી.વી. લીંબાસીયા,વેરાવળ પ્રાંત અધિકારી સર્યુંબા જસરોટીયા,હેડકવાર્ટર ડી.વાઈ.એસ.પી એમ.એમ.પરમાર સહિતના અધિકારીઓ સાથે વ્યવસ્થાઓઅંગે ચર્ચા - વિચારણા કરી હતી. તેમજ કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને મંચ સુશોભન,બેઠક સહિતની વ્યવસ્થાઓ માટે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,પ્રવર્તમાન કોવીડ-૧૯ પરિસ્થિતિને અનુલક્ષીને રાજય સરકારે પ્રજાસત્ત્।ાક દિવસની ઉજવણીના કાર્યક્રમો ટૂંકાવવાનું નકકી કર્યું છે. જેના કારણે આધિકારીક કાર્યક્રમ માત્ર ૩૨ મિનિટના સમયગાળામાં યોજવાનું નક્કી કરાયું છે.

(11:48 am IST)