Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અકસ્માત ઝોન બની ગયેલા પીપળી-અણીયારી રોડને તાત્કાલિક રીપેર કરવા સીએમને પત્ર.

--- જીલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ રજૂઆત કરી.

મોરબીના અકસ્માત ઝોન સમાન બની ગયેલા પીપળી-અણીયારી રોડ પર અકસ્માતો સર્જાતા હોય જેને ધ્યાને લઈને રોડ તાત્કાલિક રીપેર કરવાની માંગ સાથે જીલ્લા પંચાયતના ચેરમેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે
જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઈ લોરિયાએ રજુઆતમાં જણાવ્યું છે કે તેમના મત વિસ્તારમાં આવતો પીપળી-જેતપર રોડ પર ૪૦૦ જેટલી ફેકટરીઓ આવેલ છે જે રાજ્ય અને કેન્દ્ર સરકારને કરોડો રૂપિયા ટેક્ષ ચુકવે છે અને વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે જ્યાં પ્રતિદિન હજારો વાહનોની અવરજવર રહે છે રોડમાં ૭ ગામો અને ઉદ્યોગના અંદાજે ૫૦ હજાર લોકોની અવરજવર રહે છે જોકે રોડની હાલત અતિ બિસ્માર છે
ઘણા સમયથી રોડ ખખડધજ હાલતમાં છે ઠેર ઠેર ખાડાઓ જોવા મળે છે અને અંદાજે એક મહિનામાં ૨૦ થી વધુ અકસ્માતો થયા છે ૨૧ કિમીના રોડને પસાર કરવામાં ઓછામાં ઓછી દોઢ કલાક જેટલો સમય લાગે છે જેથી માનવ કલાક અને પેટ્રોલ-ડીઝલનો વ્યય થાય છે અને અકસ્માતો સર્જાતા રહે છે જેથી વહેલી તકે રોડ રીપેર કરવા માંગ કરવામાં આવી છે.

(11:36 am IST)