Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

કેન્દ્રીય બજેટમાં વેપારીઓના હિતમાં નિર્ણય લેવા ગોંડલ વેપારી મહામંડળની રજુઆત

ગોંડલ,તા. ૨૫ : ગોંડલ વેપારી મહામંડળના ઉપપ્રમુખ વિનુભાઇ વસાણીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સિતારામનને પત્ર પાઠવીને કેન્દ્રીય બજેટમાં વેપારીઓના હિતમાં નિર્ણયો લેવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે ૮૦ સી  યોજના હેઠળ વેપારીઓને રૂ. ૧,૫૦,૦૦૦ની છુટ મળે છે. (લાભ મળે છે) આ છુટછાટમાં નાના-મોટા તમામ વેપારી-ઉદ્યોગપતિઓની માંગણી છે કે આ યોજનામાં સરકારીશ્રીએ રૂ. ૩,૦૦,૦૦૦ છુટ આપવી જોઇએ. આથી સરકારશ્રીને બચત યોજનાનો લાભ મળશે. એન.એસ.સી. પી.પી.એફ, એલ.આઇ.સી.માં રોકાણ ખૂબ વધશે. અને વેપારીઓને ૮૦ સી હેઠળની યોજના ૩,૦૦,૦૦૦ લાખની છુટ મળવાથી વેપારીઓ ઉદ્યોગપતિઓ સરકાર બંનેને લાભ મળશે.

ગયા વખતના બજેટમાં સામાન્ય કરદાતાને પાંચ લાખથી મુકિત મર્યાદા કરી આપીએ આવકાર્ય છે. પરંતુ સીનીયર સીટીઝનોને સામાન્ય કરદાતા કરતા થોડી વધુ છુટ હોવી જોઇએ. જેથી સીનીયર સીટીઝનોને પાંચ લાખને બદલે થોડી વધુ ૬ લાખની મુકિત મર્યાદા મળવી જોઇએ. ઢળતી ઉમરે સીનીયર સીટીઝનોને આવકની મર્યાદા હોય છે. વળી આર્થિક મંદી-કોરોનાકાળને કારણે ઝઝુમતા પ્રજાને મુશ્કેલ સમયમાં આગામી બજેટમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.

વેપારીઓ માટે ૪૪ એડી ખૂબ આવકારદાયક યોજના છે. ૨ કરોડના વેપારની છુટ છે. પરંતુ આ સ્કીમમાં (૮% ટકા) વેરો પડે છે. તેને બદલે વેપારી આલમની માંગણી છે કે ૮% ટકાને બદલે ૪% ટકા વેરો રાખવો જોઇએ. કોરોના કાળમાં આશા ભરી બજેટમાં સરકારશ્રી સમક્ષ મીટ માંડીને વેપારી બેઠા છે. તેમ વિનુભાઇ વસાણી ઉપપ્રમુખ વેપારી મહામંડળ ગોંડલએ જણાવ્યુ છે.

(10:53 am IST)