Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાજકોટ જિલ્લાના 22 તલાટીઓની બદલી કરતા ડીડીઓ

રાજકોટ 2, વીછિયા 1, પડધરી 6, લાધિકા 2, જસદણ 2, ગોંડલ 1, ઉપલેટા 1, ધોરાજી 2, જા.કંડોરણા 1 અને જેતપુર તાલુકાના 4 તલાટીની બદલી

રાજકોટ :  રાજકોટ ડીડીઓએ જિલ્લાના 22 તલાટીની બદલી કરી છે. જેમાં રાજકોટ 2, વીછિયા 1, પડધરી 6, લાધિકા 2, જસદણ 2, ગોંડલ 1, ઉપલેટા 1, ધોરાજી 2, જા.કંડોરણા 1 અને જેતપુર તાલુકાના 4 તલાટીની બદલી કરવામાં આવી છે.

જસદણ તાલુકાના ભંડારિયા અને ભાડલા ગામ, રાજકોટ તાલુકાના કોઠારીયા અને ખોખરદર ગામ, ઉપલેટા તાલુકાના ઢાંક ગામ, ગોંડલ તાલુકાના બિલિયાળા ગામ, વિછીયા તાલુકાના કંધેવાળિયા ગામ, જેતપુર તાલુકાના ખારચિયા, પીઠડીયા, બાવાપીપળીયા અને પ્રેમ ગઢ ગામ, ધોરાજી તાલુકાના મોટી પરબડી અને ભાદાજાળીયા ગામ, જામકંડોરણા તાલુકાના દડવી ગામ, પડધરી તાલુકાના ખોડાપીપર, હડમતીયા, ખામટા ,જીવાપર, પડધરી -2 અને થોરીયાળી ગામ, લોધિકા તાલુકાના નગર પીપળીયા અને લોધીકા -1 ગામના તલાટીની બદલી કરવામાં આવી.

(10:48 pm IST)