Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કાલે કચ્‍છનાં મહા વિનાશક ભૂકંપની વરસી

જે રીતે ૨ દાયકામાં કચ્‍છનું જનજીવન વધુ ધબકતુ થયુ તે જોતા આવનારા સમયમાં પણ વિકાસ વધુ વેગવંતો બનશે

ભુજ, તા.૨૫: કાલે ૨૬મી જાન્‍યુઆરી એટલે કચ્‍છીમાડુઓ માટે દુઃખદર્દનો દિવસ કચ્‍છમાં ૨૬મી જાન્‍યુઆરીએ આવેલા ભૂકંપની કાલે વરસી છે. ૨૦૦૧માં અબોલ મહા વિનાશક ભૂકંપમાં અનેક લોકો મોતને ભેટયા હતા અને મકાનો જમીનદોસ્‍ત થઇ ગયા હતા.

ભૂકંપ બાદ કચ્‍છમાં પુનઃવસન કામગીરીના કારણે કચ્‍છનું જનજીવન વધુ ધબકતુ થયુ છે. તે જોતા આવનારા સમયમાં પણ વિકાસ વધુ વેગવંતો બનશે.

કેટલીક ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે, દાયકાઓ વીતે છતાં પણ એના દ્યા ઝટ રૂઝાતા નથી. આજથી સતર વર્ષ પહેલાં કચ્‍છની ભૂમિ ધણધણી હતી. એવી ધણધણી હતી કે સમગ્ર કચ્‍છ જિલ્લો જમિનદોસ્‍ત થઇ ગયો હતો. આ ઘટનાને દોઢ દાયકા કરતાં વધુ સમય પસાર થઇ ગયો છે. ભૂકંપના આટલા વર્ષ પછી કચ્‍છ કેવું છે. લોકો ભૂકંપને ભૂલી શક્‍યા છે ખરાં.

 જેમણે પોતાના ભૂકંપની અસર એવી હતી કે ગુજરાતના નકશા પર કચ્‍છને શોધવું અદ્યરૂં પડે. કોઇનું દ્યર ભોં ભેગું થયું તો કોઇનો પરિવાર નામશેષ થઇ ગયો. સતર વર્ષ પછી તેમની જીંદગી કઇ રીતે પાટે ચઢી છે તે જાણવું - સમજવું અગત્‍યું બની જાય છે. જેના પરિવારમાં સાત સાત લોકોએ જીવ ગુમાવ્‍યો એ ભૂજના વેજલાણી પરિવારના હૈયે તો ભૂકંપના દ્યા હજી વિસરાયા નથી જ, તેમના પરિવારના બચી ગયેલા મુર્તુઝા અલીના ચહેરા પર ભૂકંપના દ્યા આજે પણ જોઇ શકાય છે. પરિવારના સાત જણા ભૂકંપની ખપ્‍પરમાં હોમાઇ ગયા અને બચી ગયા માત્ર દાદી અને ૮ મહિનાનો મુર્તુઝા અલી. જે આજે ૧૮ વર્ષનો છે.

મુર્તુઝાના ખરા મમ્‍મી - પપ્‍પા તેના ફઇ અને ફુઆ છે. તેના મમ્‍મી-પપ્‍પા ભૂકંપમાં અલ્લાહને પ્‍યારા થઇ ગયા એ પછી ફઇ અને ફુઆએ તેને સગા દીકરાની જેમ જ ઉછેર્યો. મુર્તુઝા આજે ફઇ અને ફુઆ સાથે જ રહે છે. ફઇ ફુઆને જ મમ્‍મી પપ્‍પા કહે છે.

ભૂકંપે કચ્‍છને એ ધરી પર લાવી દીધું હતું કે આખો એકડો જ નવેસરથી દ્યૂંટવો પડે. એના માટે વર્ષોના વર્ષ લાગે. પણ કચ્‍છ જેનું નામ જયાંની પ્રજામાં ખમીર અને ખંત વણાયેલા છે. જેણે ભૂકંપના એક દાયકાની અંદર જ કચ્‍છને ન માત્ર બેઠું કરી દીધું બલકે ભૂકંપ અગાઉ જે કચ્‍છ હતું તેના કરતાં પણ વધુ પ્રગતિ કરી છે. કચ્‍છમાં અનેક સંભાવનાઓ હતી પણ ભૂકંપ અગાઉ તેના પર ધ્‍યાન નહોતું દેવાયું. ભૂકંપ પછી કચ્‍છ પ્રત્‍યે જે સામૂહિક સહાનુભૂતિ જોડાઇ અને પગલે પ્રગતિના પણ મંડાણ થયા. સિમેન્‍ટ અને સ્‍ટિલથી માંડીને અનેક ઉદ્યોગો કચ્‍છમાં ૨૦૦૧ પછી વિકાસ પામ્‍યા છે.

કચ્‍છ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હોય તો એમાં પ્રવાસન ઉદ્યોગની મોટી ભૂમિકા છે. રણોત્‍સવ જેવા કાર્યક્રમો દ્વારા રાજય સરકારે તેને વેગ આપ્‍યો છે. જે કચ્‍છમાં અગાઉ માત્ર સંશોધકો જ વધુ જોવા મળતા હતા ત્‍યાં હવે પર્યટકો વધુ જોવા મળે છે. સફેદ રણમાં ઉજવાતો રણોત્‍સવ જગવિખ્‍યાત બન્‍યો છે તો ભૂજના પ્રાગ મહેલ, આઇના મહેલ જેવી ઐતિહાસિક ઇમારતો નિહાળવા રોજ પંદરસોથી બે હજાર જેટલા પર્યટકો આવે છે. આટલા પર્યટકો ભૂકંપ અગાઉ આવતા નહોતા. વેકેશનમાં હોટેલ માટે ચાર મહિના અગાઉ એડવાન્‍સ બૂકીંગ થવા માંડ્‍યા છે.

(4:41 pm IST)
  • મહારાષ્ટ્ર: નાસિકની છાવણીથી મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા ખેડૂતો : તેઓ દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા ખેડૂતોના સમર્થનમાં નાસિકથી મુંબઇ સુધી કૂચ કરી છે. access_time 9:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,914 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,68,356 થઇ :એક્ટિવ કેસ 1,81,673 થયા: વધુ 13,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,03, 28,738 થયા :વધુ 126 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,503 થયા access_time 11:57 pm IST

  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST