Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પ્રેમી સાથે ભાગવાના ઇરાદે ઘરેથી નીકળેલી યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ની ટીમ

ગોંડલ પંથકનો બનાવઃ બે દિવસ સાથે હર્યાફર્યા બાદ પ્રેમી-પ્રેમીકાને મુકીને ભાગી ગયો

રાજકોટ તા. રપઃ ગોંડલ પંથકમાં પ્રેમી સાથે ભાગવાના ઇરાદે ઘરેથી નીકળેલી યુવતીને પ્રેમી એકલી મુકી ભાગી ગયા બાદ ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનની ટીમે યુવતીને તેના પરિવાર સાથે મીલન કરાવ્‍યું હતું.

મળતી વિગત મુજબ ગોંડલ પંથકમાં રહેતી અને રાજકોટનો યુવક બંને વચ્‍ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હોઇ, તેથી યુવતી પોતાના ઘરેથી બે દિવસ પહેલા પ્રેમી સાથે ભાગવાના ઇરાદેથી નીકળી ગઇ હતી બાદ યુવતી તેના પ્રેમી સાથે બે દિવસ સુધી જુદા-જુદા સ્‍થળે હર્યાફર્યા બાદ ગત રાત્રીના ગોંડલ પાસે તેનો પ્રેમી પ્રેમીકાને એકલી મુકીને ભાગી ગયો હતો. બાદ પ્રેમી પરત આવ્‍યો નહતો. દરમ્‍યાન બંનેના પરિવારજનોને જાણ થતા બદનામી થવાની બીકના લીધે તે પ્રેમીકાને મુકીને ભાગી ગયો હતો. ત્‍યારબાદ યુવતીએ ૧૮૧ને જાણ કરતા ગોંડલ ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનની ટીમના કાઉન્‍સીલર પ્રીયંકાબેન રાઠવા, કોન્‍સ. વૈશાલીબેન અને પાઇલોટ મહેન્‍દ્રભાઇએ સ્‍થળ પર પહોંચી પરિવારજનોની બીકના લીધે યુવતી પોતાના ઘરે જવાની ના પાડતા ૧૮૧ની ટીમે તેનું કાઉન્‍સીલીંગ કરી યુવતીને તેના પરિવારજનો સાથે મીલન કરાવ્‍યું હતું.

(3:46 pm IST)