Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અમરેલી જિલ્લા પંચાયતની મોટા આંકડીયા સીટ પર ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરનો જનસંપર્ક કાર્યક્રમ

 સાવરકુંડલા : તાલુકા અને જિલ્લા પંચાયતની અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પર જન સંપર્ક કરવાનો કાર્યક્રમ ઘડી ધારાસભ્ય અને જવાબદાર કોંગ્રેસના આગેવાનોનો જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્ય પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને આગેવાનો જિલ્લા નો પ્રવાસ ખેડી લોકો સાથે જન સંપર્ક કરી લોકોની રજુઆત સાંભળી રહ્યા છે. ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા અમરેલી જિલ્લા પંચાયતની મોટા આકડીયા સીટ પર જન સંપર્ક કર્યો હતો અહીં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મોટા આકડીયા, નાના આંકડીયા, માલવણ, કાંઠમાં, વરૂડી અને વડેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો જણાવ્યા હતા તેમજ લોકોમાંથી વિવિધ સમસ્યા અને પ્રશ્નો પણ રજુઆત કરવામાં આવ્યા હતા જેના નિવારણ કરવાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના પ્રવાસ દરમિયાન સ્થાનિક કોંગ્રેસના અગ્રણી નાથાભાઇ આહીર, દિલીપભાઈ બસિયા,મનીષભાઈ ભંડેરી,સાર્દુલભાઈ,વિપુલભાઈ પોકિયા, સુરેશભાઈ બાવીસી, વિજયભાઈ, અરજનભાઇ, મોહનભાઇ મિસ્ત્રી, ભરતભાઇ સોલંકી, ભૂપતબાપુ, બાબુભાઇ, વનરાજભાઈ, જગદીશભાઈ ડાભી, નરેશભાઈ અધ્યારૂ, નજુભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું મેં જિલ્લા પંચાયતના સીટ પર પ્રવાસ દરમિયાન લોકોનો સારો ઉત્સાહ અને સહકાર જોવા મળ્યો હતો. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:43 pm IST)
  • એરપોર્ટ, હોસ્પિટલો અને બેન્કીંગ સહિત ૫ થી ૭ ક્ષેત્રોમાં ગેમ ચેન્જર સાબિત થાય તેવા મોટા ફેરફારો આવી રહ્યા છે : ગેમ ચેન્જર સાબિત થાય તેવી ૫ થી ૭ નવી નીતિઓ ઘડવા ઉપર નાણામંત્રાલય રાત - દિવસ કામ કરી રહ્યાનું પણ જાણવા મળે છે : જેમાં એરપોર્ટો - હોસ્પિટલો, લોજીસ્ટીકસ અને ઈવીનો સમાવેશ થતો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : બેન્કીંગ સેકટર માટે નવા નિયમો ઉપર પણ નાણામંત્રાલય કામ કરી રહેલ છે : બેન્કીંગ સેકટરમાં બેન્કો વચ્ચેના વધુ જોડાણો અને ખાનગીકરણની દિશામાં પગલા લેવાઇ રહ્યાનું પણ જાણવા મળે છેઃ ન્યુઝ ફર્સ્ટના અહેવાલ પ્રમાણે આગામી અંદાજપત્રમાં આ જાહેરાતો થવાની સંભાવના છે access_time 3:08 pm IST

  • ૧ લી ફેબ્રુઆરી બજેટના દિવસે દિલ્હીમાં સંસદ ભવન પર કૂચ લઈ જશે કિસાનો આવતીકાલની કિસાન રેલી પહેલાં મોટી જાહેરાત: પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે જ સંસદ ભવન કૂચ લઈ જવાની ખેડૂત નેતાઓની જાહેરાત : આ દિવસે કેવી રીતે ક્યાં જવાનું છે તે અમે 28 જાન્યુઆરીએ નક્કી કરશું: દર્શન પાલ, ક્રાંતિકારી કિસાન યુનિયનની જાહેરાત access_time 8:15 pm IST

  • માઉન્‍ટ આબુમાં તાપમાન માઇનસ-૨ પર પહોંચ્‍યું : માઉન્‍ટ આબુમાં ઘરની બહાર ભરીને મુકેલું પાણી પણ બરફ બની ગયું: પ્રવાસીઓ સવારે વહેલા બરફ જોવા હોટલમાંથી બહાર નીકળ્‍યા access_time 4:47 pm IST