Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કેશોદમાં એરપોર્ટ શરૂ કરવા અંડરબ્રીજ બનાવવા અને ઉદ્યોગોને પાણી આપવાની માંગ

રાજકોટ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં મળેલ સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં રજૂઆત

 (કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ રાજકોટ ખાતે ગત ગુરૂવારે  ફેડરેશન ઑફ સૌરાષ્ટ્રપ્રકચ્છ ચેમ્બસર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની  માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને  ગુજરાત વેપાર અને ઉદ્યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રનાં ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો હાજર રહ્યાં હતાં.

આ કાયૅક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સૌરાષ્ટ્રમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ને મુંઝવતા પ્ર'ો અંગે વિસ્તૃત ચર્ચા કરી વેપાર ધંધાના વિકાસ માટે રોજગારી વધારવા જરૂરી પગલાં ભરવા ખાત્રી આપી હતી. જેમાં કેશોદ ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી અશોકભાઈ રાયચડા સહમંત્રી સાગરભાઈ, મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઇ બોદર તથા હરસુખભાઈ સિદ્ધપરા, કાનભાઈ પાલા વિ. ઉપસ્થિત રહી કેશોદના વિવિધ પશ્નોેની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

  રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેશોદ ચેમ્બર ઓફ કોમસૅ ધ્વારા મુખ્યમંત્રી સમક્ષ  કેશોદ વિસ્તારના જુદા જુદા પ્ર'ો જેવા કે  ૧)  સૌરાષ્ટ્રમાં પ્રવાસન ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા વધારાનું બજેટ ફાળવવામાં આવે છે ત્યારે વષોૅથી બંધ પડેલ કેશોદ એરપોર્ટ શરૂ કરવામાં આવશેતો જુનાગઢ જિલ્લો અનેે સોમનાથ જિલ્લાના  વિશ્વ વિખ્યાત ધામિૅૅૈક સ્થળો તથા સાસણના સિંહદશૅન માટે પ્રવાસે આવતા દેશ પરદેશના ટુરીસ્ટોની અને ઔધોગિક  વિસ્તારોને લઈને પ્રવાસીઓ અને વેપારીઓનો પુરતો ટ્રાફિક મળી રહેશે.  ૨)કેશોદના રેલ્વે ફાટકથી આગળ પૂવૅ દિશામાં  શહેરની ત્રીજા ભાગથી વધુ વસ્તીનું વસતીયાણ હોય તથા આ   વિસ્તારમાં સ્થાનિક કેશોદ અને આજુબાજુના તાલુકાના મોટા પ્રમાણમાં ગામડાઓનો ટ્રાફિક પણ રહેતો હોઈ  ચારચોક વિસ્તારમાં પૂવૅ દિશામાં આવેલા રેલવે ફાટક ને બદલે અંડર બ્રીજ બનાવવાથી આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક હળવો બની રહેશે. ૩) કેશોદ પંથકમાં મહિપરીએજ અને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવેલછે.આ પાણી ઉધોગો માટે ફાળવવામાં આવે તો ઉધોગોનો વિકાસ થાય તો રોજગારી ની તકો ઉભી થઇ શકેછે તેવી માંગણી કરેલ હતી.     મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કેશોદ ચેમ્બર ઓફ કોમસૅની રજુઆતોને ધ્યાને લઈને યોગ્ય ઉકેલ લાવવા માટે ખાત્રી આપેલ  હતી.

(1:34 pm IST)