Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

વેરાવળ મુસ્લીમ સમાજના મુખ્ય આગેવાનોનો નગરપાલિકાની ચૂંટણી માટે બેઠકમાં નિર્ણય : 'નો રિપીટ' થિયરી અપનાવે કોંગ્રેસ

વેરાવળ, તા. રપ : મુસ્લિમ સમાજના પટેલો અને આગેવાનો ની એક ખાસ બેઠક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આવનાર નગરપાલિકા ની ચૂંટણી ને લઈને ગંભીર ચર્ચાઓ કરવામાં આવેલ હતી કારણ કે વર્ષોથી લઘુમતી વિસ્તારો માંથી જ કોંગ્રેસ ની વધુ બેઠકો આવે છે અને આ વિસ્તારો એ પ્રાથમિક સુવિધાઓ થી ખૂબ જ વંચીત છે

વર્ષોથી કોંગ્રેસ ના સિમ્બોલ પર ચૂંટાયેલા લઘુમતી વિસ્તાર નું વિકાસ કરવામાં પાછળ રહેલા છે વર્ષોથી આ વિસ્તારો મા રોડ,ગટર,પાણી અને અન્ય સુવિધાઓ અપાવવામાં નિષ્ફળ રહયા છે.જેથી આ બાબતનો લોકોમાં ખૂબ મોટાપાયે રોષ છે.અન્ય વિસ્તારો માં સરકારી સ્કુલ,આવાસ યોજનાઓ, કોમ્યુનીટી હોલ,બગીચાઓ,સરકારી દવાખાના અને રમત ગમત ના મેદાનો છે જ્યારે આ લઘુમતી વિસ્તારો મા આજે પણ પીવાના પાણીની પણ ખૂબ મોટી સમસ્યા છે.

આ બેઠક મા સામુહિક નિર્ણય લેવાયું છે કે વર્તમાન કોંગ્રેસ ના એક પણ કાઉન્સેલર ને ફરી ટીકીટ આપવામાં ન આવે અને મુસ્લીમ સમાજમાંથી શિક્ષિત અને યુવા તેમજ આર્થિક અને સામાજીક રીતે મજબૂત ઉમેદવારો મેદાન મા ઉતારવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસ ના ઉચ્ચ હોદ્દેદાર અને સોમનાથ વિધાનસભા ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને સઁગઠન ને રજૂઆત કરવામાં આવેલ છે અને જો આવું નહિ થાય તો મુસ્લિમ સમાજ કોંગ્રેસ સિવાયનો વિકલ્પ પસન્દ કરશે અને ચૂંટણીના મેદાન માં ઉમેદવારો ઉતારશે.

આ તકે વેરાવળ મુસ્લીમ સમાજના ઉપ પ્રમુખ જાવીદભાઈ તાજવાણી, સફીભાઈ દલાલ, વલીશાહ બાપુ, હસનભાઈ કુરેશી, આલમિયા શેખ, ઇમરાનભાઈ રામશા, રફીકભાઈ મૌલાના, અફઝલ સર, ફારૂક પેરેડાઈઝ, હનીફભાઈ બાગરા, હનીફ મલેક, ભીખાભાઇ ઝાગા, મન્સૂરી ભાઈ તેમજ જુદા જુદા સમાજના પટેલો, આગેવાનો, સામાજીક કાર્યકરો અને યુવાનો જોડાયા હતા.

(1:39 pm IST)