Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો સાથે મતદાતા દિવસની ઉજવણી

જુનાગઢ જીલ્લા શિક્ષણ પરિવાર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કિવઝ સ્પર્ધા

જુનાગઢઃ આંતરરાષ્ટ્રીય મતદાતા દિવસ અંતર્ગત કિવઝ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

રાજકોટ, તા.૨૫: આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો સાથે મતદાતા દિવસના ઉજવણી કરવામાં આવી હતી.

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૫: જુનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસની અનોખી ઉજવણી નિમીતે કિવઝ સ્પર્ધાનું આયોજન કરેલ.

જેમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ અુવા શુભ ઉદેશથી સોશ્યલ મીડીયાના માધ્યમથી શિક્ષણ જગત સાથે સંકળાયેલા બીએલઓ તથા સુપરવાઇઝર તેમજ શિક્ષકો સહીતનાને જિલ્લા શિક્ષણાધીકારી શ્રી આર.એસ ઉપાધ્યાયે વોટસએપના માધ્યમથી એક લિંક મોકલી અને યુવાઓને મતદાન અંગે જાગૃત કરવાતા પ્રયત્નો હાથ ધરવા સુચના અને માર્ગદર્શન આપેલ તેમજ વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય તે માટે સૌને પ્રયત્નશીલ રહેવા જણાવાયુ હતું.

રાષ્ટ્રીય મતદાતા દિવસ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રની પ્રેરણાથી જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયના નેતૃત્વમાં જિલ્લાના બહોળી સંખ્યા ધરાવતા પ્રાથમિક અને હાઇસ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં મતદાન અને લોકશાહીના મહત્વના મુદ્દાઓનું જ્ઞાન પહોંચે તેવા ઉદ્દેશ્યથી ઓનલાઈન કવિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિઝ દ્વારા મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મતદાન દિવસ વિશે માહિતી મેળવી હતી. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાતા દિવસનું મહત્વ પ્રતિપાદીત કરતી આ કિવઝ દ્વારા મતદાતા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય સાહેબના નેતૃત્વમાં લાયઝન અધિકારીશ્રી રણવીરસિંહ પરમાર અને કવિઝ કો-ઓર્ડીનેટર ડો. કૃણાલ પંચાલ દ્વારા કવિઝનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

(1:28 pm IST)