Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અત્યાર સુધીમાં જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય ઝુમાં ૧૦૫ વનરાજો મોકલવામાં આવ્યા

કુલ ૮૦૦ પ્રાણીઓ દેશ અને દુનિયાને આપ્યા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૫ : અનેક વિશેષતા અને આકર્ષણ ધરાવતું જૂનાગઢનું ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય ઝુમાં ૧૦૫ વનરાજો મોકલવામાં આવેલ છે.

સક્કરબાગ ઝુ ૧૦૦થી વધુ વર્ષનો સોનેરી ઇતિહાસ ધરાવે છે. એશિયાનું સૌથી મોટું જુનાગઢ ઝુમાં અનેક પ્રાણીઓ, પક્ષીઓ, પંખી વગેરે વન્ય જીવો નિવાસ કરે છે.

જેમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી અત્યાર સુધીમાં ભારત તેમજ વિદેશના ઝુને ૧૦૫ સિંહ સહિત ૮૦૦ પ્રાણીઓ આપવામાં આવેલ છે એટલું જ નહિ હાલ ગીરના સિંહો મેળવવા માટે દેશના ૨૨ પ્રાણી સંગ્રહાલયની દરખાસ્ત હાલ પેન્ડીંગ છે.

વર્તમાનમાં સિંહોની સંખ્યા ૬૦૦ છે. જેમા ૧૫ ટકા સિંહો જૂનાગઢ ઝુમાંથી ભારત સહિત અન્ય દેશના ઝુમાં મોકલવામાં આવેલ છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના સૂત્રોના જણાવ્યા મુજબ અહીં ઘાયલ, બાળ-રઝળતા અને માનવભક્ષી એમ ત્રણ પ્રકારના દીપડા છે. હાલ સક્કરબાગ ઝુમાં ૪૦ દીપડા છે.

જામનગર ખાતેના ગ્રીન ઝુલોગીકલ પાર્ક ખાતે અત્રેથી ત્રણ તબક્કામાં ૬૦ દીપડા મોકલવામાં આવેલ છે.

ગીરના વનરાજો વનરાજોની સાથે અહીંના દીપડાની માંગ પણ અન્ય પ્રાણી સંગ્રહાલયમાં વધી હોવાનું પણ જણાવ્યું હતું.

 

(1:27 pm IST)