Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મેંદરડામાં પકડાયેલ વાહન ચોર સામે અનેક ગુન્હાનો ભેદ ખૂલ્યો

જુનાગઢ તા. ૨૫ : તાજેતરમાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી વિજય વલ્લભભાઈ પેથાણી પટેલ ઉવ. ૩૫ રહે. બરડીયા ગામ તા. વિસાવદર પૂછપરછમાં પોતે ભૂતકાળમાં કોઈપણ ગુન્હામાં પકડાયેલા નહીં હોવાનું કબુલ કરેલ હતું. મેંદરડા  પી.એસ.આઈ. કે.એમ.મોરી, પો.કો. વિક્રમભાઈ, કરણસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, ૨૦૧૫ની સાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે ઠગાઈ, ખંડણીના એક અને ચલાલા પોલીસ સ્ટેશન ખાતે મરવા માટે મજબૂર કરવાના ઇપીકો કલમ ૩૦૬ ના એક ગુન્હામાં એમ બે ગુન્હામાં, ૨૦૧૬ની સાલમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી ના ગુન્હામા, સહિતના કુલ ૦૩ ગુન્હાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો જાણવા મળેલ. વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપી પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીઓએ પોતે ભૂતકાળમાં ઉપરોકત ગુન્હાઓ આચરેલાની કબૂલાત કરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપી અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લામાં પકડાયેલ હોવાનું ખૂલેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા પકડાયેલ આરોપી જૂનાગઢ ઉપરાંત, ગીર સોમનાથ જિલ્લા, અમરેલી જિલ્લા, વિગેરે જિલ્લાઓમાં પકડાયેલ તેમજ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાની હકીકત પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી.

આમ, પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

(1:05 pm IST)