Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જુનાગઢમાં લાખ્ખોનું ફુલેકુ ફેરવનાર પોસ્ટ એજન્ટે રિમાન્ડમાં મિલ્કત વેચી ગરીબોને રૂપિયા ચુકવવા બતાવી તૈયારી

જો વ્યાજખોરોએ વધુ વ્યાજ લીધુ હશે તો પોલીસ રિકવરી કરશે : પી.એસ.આઇ. પી.જે.બોદર અને ત્રણ રાઇટરો દ્વારા આરોપીનું લેવામાં આવતુ નિવેદન

જુનાગઢ, તા. રપ : જૂનાગઢ શહેર ખાતે પોસ્ટ ખાતામાં, બેન્ક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી જવા અંગે વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપીઓ (૧) ભરતભાઇ નારણભાઇ પરમાર જાતે વાળંદ (૨) તુષાર ભરતભાઇ પરમાર વાળંદ તથા (૩) ભારતીબેન ભરતભાઇ નારણભાઇ પરમાર વાળંદ ઉવ. ૫૨ રહે. હાટકેશ્વર મંદિર પાસે, વાળંદ શેરી, જૂનાગઢને અટક કરી, દિન ૦૭ ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલઆરોપીઓની વિગતવારની તપાસ હાથ ધરી, ગરીબ માણસો રૂપિયાઓની રિકવરી કરવા સુચનાઓર્ં કરવામાં આવેલ છે.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, હે.કો. ભગાભાઈ, મેહુલભાઈ, નારણભાઇ, કૈલાશભાઈ, ચંદ્રેશભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની ર્ંસઘન પૂછપરર્છં હાથ ધરી, પકડાયેલ આરોપીઓના રહેણાક મકાનમાંથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ ર્ંલેપટોપ નંગ ૦૨, કલર પ્રિન્ટર નંગ ૦૨, ડુપ્લીકેટ પોસ્ટ ઓફિસની સેવિંગ્સ અને ફિકસ ડિપોઝીટ ખાતાની પાસબુક, જુદા જુદા મકાનના અસલ દસ્તાવેજોની ફાઇલ, આરોપીઓના પાસપોર્ટ, રૂ. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, સહિતની કિંમતના જુદા જુદા કોરા સ્ટેમ્પ પેપર, મોટર સાયકલ નંગ ૦૪, સહિતનો તમામ મુદ્દામાર્લં ફોરેન્સિક લેબોરેટરી તથા હેન્ડરાઇટિંગ એકસપર્ટ ને મોકલી તપાસ કરવામાં આવનાર છે. ફોરેન્સિક લેબોરેટરી તથા હેન્ડરાઇટિંગ એકસપર્ટ મા મુદ્દામાલ મોકલી, કેટલા બોગસ દસ્તાવેજ તથા બોગસ પાસબુક, રિશીપટ બનાવેલ છે, તે બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવનાર છે.

પોલીસ રીમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા ર્ંસઘન પૂછપરછ કરવામાં આવતા, ત્રણેય આરોપી ભાંગી પડેલ હતા અને શેર બજારમાં રોકાણ કરવાની લાલચમાં પોતે પોતાના ગ્રાહકો સાથે છેતરપિંડી કરેલાની કબૂલાર્તં કરેલ હતી અને પોતાને ર્ંશેર બજારની ફ્રેન્ચાઈજી મેળવવાની લાલચમાં જે દેણું થઈ ગયેલ તે ભરપાઈ કરવા પોતાના ગ્રાહકો સાથે ઠગાઈ કરવામાં આવેલ તે બાબતે પસ્તાવો વ્યકત કરી, પોતે પોતાની જેટલી મિલકત છે, તે તમામ મિલકત વહેંચી, ગરીબ માણસોના રૂપિયા ચૂકવી દેવાની પણ તૈયારી પોલીસ સમક્ષ બતાવેર્લં હતી.

સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફની ટીમ દ્વારા આરોપીઓની મિલકત કયા કયા આવેલ છે..? કેટલા મકાન અને દુકાન તેઓના નામે છે...? વિગેરે બાબતે રેકર્ડ એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ  આરોપીઓના એ દિશામાં પૂછપરછ હાથ ધરી, જૂનાગઢ શહેરમાં લાખોની છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ પોલીસ રીમાન્ડ ઉપર રહેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી, આરોપીઓ પાસેથી ગરીબ માણસોના ફસાયેલા રૂપિયા રિકવર કરવા, વધુ તપાર્સં સી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:04 pm IST)