Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મોરબી ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

મોરબી,તા.૨૫ : ભારતીય જનતા પાર્ટી મોરબી તાલુકા દ્વારા આગામી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચુંટણીને ધ્યાને લઈને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જેમાં મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત સીટ માટે સેન્સ -ક્રિયા જીલ્લા નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે.

 તા. ૨૬ ના રોજ મિલન પાર્ટી પ્લોટ રોકડિયા હનુમાન મંદિર બાજુમાં, નવલખી રોડ મોરબી ખાતે ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે જેમાં જીલ્લા પંચાયત આમરણ બેઠક માટે બપોરે ૨ કલાકે, બગથળા બેઠક માટે બપોરે ૨:૩૦ કલાકે, જેતપર બેઠક બપોરે ૩ કલાકે, ઘૂટું બેઠક માટે બપોરે ૩:૩૦ કલાકે, શકત શનાળા – બપોરે ૪ૅં૦૦, મહેન્દ્રનગર –બપોરે ૪:૩૦, ત્રાજપર–સાંજે ૫:૦૦, રવાપર – સાંજે ૫:૩૦ કલાકે સેન્સ પ્રક્રિયા યોજાશે

તાલુકા પંચાયતની ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારે તેમની જીલ્લા પંચાયત સીટના સમય પ્રમાણે નિયત પરિચય પત્રક (ફોર્મ) ભરી હાજર રહેવુ મોરબી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત ચુંટણી લઙવા ઈચ્છુક ભાજપ ઊમેદવારે સેન્સ માટે ફોર્મ તારીખ ૨૫/૧/૨૦૨૧ના રોજ સવારે ૯ થી ૧૨ ની વચ્ચે સાંસદ મોહનભાઈના કાર્યાલયેથી રજીસ્ટર કરાવી મેળવી લેવા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાની યાદી જણાવે છે.

(1:01 pm IST)