Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મોરબીના બંધુનગર નજીક આયસરની ઠોકરે રીક્ષા સવાર યુવાનનું મોત

 મોરબી,તા.૨૫ : મોરબીના બંધુનગર નજીકથી પસાર થતા આઈસરની ઠોકરે રીક્ષા આવી હતી જેમાં રીક્ષામાં સવાર યુવાનને ગંભીર ઈજા થતા મોત થયું હતું

  નીચી માંડલ નજીક નોકેન સિરામિકમાં રહેતા સુનીલભાઈ ભેરૂલાલ વર્મા (ઉ.વ.૩૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બંધુનગર નજીક આયસર જીજે ૩૬ ટી ૮૦૧૭ ના ચાલકે ભાડાની સીએનજી રીક્ષાની ડાબી બાજુ ભટકાડી હતી જે અકસ્માતમાં મિત્ર શૈલેશ સાથે ખેંચાઈ જતા માથામાં ગંભીર ઈજા થતા યુવાનનું મોત થયું હતું તાલુકા પોલીસે અકસ્માતની બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે 

માળીયાના હરીપર ગામ નજીક ટ્રક ડબલ સવારી બાઈકને હડફેટે લીધું

માળિયા કંડલા હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લઇ બાઈક ચાલકને ગંભીર ઈજા પહોચાડી ટ્રક લઇ નાશી ગયો હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે

 કચ્છ ભચાઉ તાલુંઅકાના ગાંધીધામ રોડ પર ગરીબનગર બીટચા વિસ્તારમાં રહેતા જુશબભાઈ સુમારભાઈ મૈયણ (ઉ.૪૮) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક આર જે ૦૭ જીબી ૮૨૬૫ ના ચાલકે પોતાની ટ્રક પુર ઝડપે ચલાવી ફરિયાદી જુશબભાઈ તતઃ સાહેદને તેઓના હીરો હોન્ડા જીજે ૧૨ ઈબી ૯૦૬૩ વાળાને પાછળથી ઠોકર મારી ફરિયાદીને રોડ પર પાડી દઈ ટ્રકના વ્હીલમાં ફરિયાદીનો જમણો હાથ ચગદી નાખી જમણા હાથની પાંચેય આંગળીઓમાં તેમજ ડાબા હાથના પોચા ઉપર ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી ટ્રક ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.

(1:46 pm IST)
  • સૌરાષ્ટ્ર-કચ્છ ટાઢાબોળઃ ગિરનાર ર.૮, નલીયા ૪.૧ ડીગ્રી :જુનાગઢ ૭.૮, જામનગર ૮.પ, કેશોદ-૮.૮, રાજકોટ ૧૦.૬ ડીગ્રી લઘુતમ તાપમાનઃ ફરી ઠંડીનો રાઉન્ડ access_time 11:46 am IST

  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • વિધાનસભાની ચૂંટણીઓ પહેલા મોદી પ્રધાન મંડળની પુનઃ રચના થશે : લીસ્ટ તૈયાર : આસામ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમના પ્રધાન મંડળની પુનઃ રચના કરે તેવી સંભાવના હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે : યોગ્ય સમયે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયામાં અથવા તો માર્ચના પહેલા અઠવાડીયામાં નવા પ્રધાનો શપથ લ્યે તેવી પૂરી સંભાવના છે : ૨૦ નવા પ્રધાનોનું અને પ્રધાનમંડળમાં ફેરફારોમાં લીસ્ટ તૈયાર હોવાનું પણ જાણવા મળે છે access_time 3:08 pm IST