Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા : ૬૪ બેઠકો માટે પ૦૦ દાવેદારો

જામનગર : જામનગરમાં મહાનગરપાલિકાની ચુંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ભાજપ દ્વારા પણ શહેરના ૧૬ વોર્ડમાં ૬૪ ઉમેદવારોની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રવિવારે જામનગરમાં ત્રણ જગ્યાએ સેન્સની પ્રક્રિયામાં ૬૪ ઉમેદવારો માટે ૫૦૦ જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા દાવેદારી કરી છે. જામનગરમાંઅટલ ભવનમાં રાજેશભાઈ ચુડાસમા, જયેશભાઇ વ્યાસ, જશુમતીબેન કોરાટ અને શહેર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, ગૌતમભાઈ ગેડિયા, આરતીબેન જોશી તેમજ કુંવરબાઈ ધર્મશાળા ખાતે બાબુભાઇ જેબલિયા, સુરેશભાઈ ઘાધલિયા,જ્યોતિબેન વાછાણીએ સેન્સ પ્રક્રિયામાં દાવેદારોને સાંભળ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરાઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)