Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પોરબંદર પોલીસે મહિલાની ગુમ થયેલી બેગ ગણતરીના કલાકોમાં પરત મેળવી આપી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રપ :  મોબાઇલ છુટક રોકડા અને અગત્યના ડોકયુમેન્ટ સાથે બેગ મહિલાથી ભુલથી રિક્ષામાં રહી ગયેલ હોય અમે ઘેર પરત આવી જતા બેગનું યાદ આવતા ભુલાયેલી બેગ બાબતે પોલીસને જાણ કરતા સીસી ટીવી. કેમરાની મદદથી ગણતરીના કલાકોમાં ગુમ થયેલ બેગ પોલીસે મેળવી આપી હતી.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પાવર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાના નેત્રમ પ્રોજેકટ અંતર્ગત લાગેલા કેમેરાઓનોમહતમ ઉપયોગ કરી પોલીસ પ્રજાના મિત્ર બને તે બાબતની સુચના આપી હતી. આ બાબતે પોરબંદરના એક મહિલા વિધિબેન યોગેશભાઇ થાનકી તેમના સસરા સાથે એક ઓટો રીક્ષા (જીજે રપ યુ -૬૯૧૬) માં બગવદરથી પોરબંદર મામાકોઠાના મંદિર પાસે ઉતર્યા હતા. જે દરમિયાન શરત ચુકથી પોતાનું બેગ રીક્ષામાં જ ભૂલી ગયા હતા અને તે બેગમાં બે મોબાઇલ, છુટક રૂપિયા અગત્યના ડોકયુમેન્ટ મળી કુલ રૂપિયા ર૦,૦૦૦ ની કિંમતની વસ્તુઓ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલીક પોલીસનો સંપર્ક કરતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના હેડ અને નાયબ પોલીસ અધિક્ષક ભરતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વિધિબેનને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવીને લોકેશનના કેમેરા ચેક કરતા રીક્ષાની ઓળખ કરી રીક્ષા ચાલક નાથાભાઇ રાતીયાને ફોન કરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવતા વિધીબેનને ગુમ થયેલ બેગ ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા પરત કરાવેલ હતી. આ બાબતે રીક્ષા ચાલક નાથાભાઇ દ્વારા પણ પ્રામાણિકતા દર્શાવી હતી. જેથી વિધીબેન પોલીસે તથા રીક્ષાચાલક નાથાભાઇનો આભાર માન્યો હતો.

ગુમ થયેલ બેગ પરત આપવાની આ કામગીરીમાં પોરબંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પી.એસ.આઇ. પ્રતીકભાઇ પટેલ, પી.એસ.આઇ. સુભાષભાઇ ઓડેદરા, પી.સી. સુરેશ રાઠોડ, પી.સી. ભરતભાઇ વાઢેર, ટી.આર.બી.ના જવાનો શારદાબેન, જયોતિબેન, અક્ષયભાઇ, પીયુશભાઇ વિગેરે રોકાયેલા હતા.

(12:54 pm IST)