Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગામ બંધ રાખી રેલી યોજી

ભાવનગરના મણાર ગામે બહિષ્કાર

ભાવનગર, તા.૨૫: તળાજા તાલુકાના અલંગ નજીમ આવેલ મણાર ગામના લોકોએ પ્રશાશનને આપેલ અલ્ટીમેટમ મુજબ ગામ બંધ અને રેલીનૂ આયોજન કરેલ.ગ્રામજનોમાં એટલી હદે રોષ છેકે ગેપિલ કંપની ને કચરો ઠાલવવામા અટકાવવા માં નહિ આવે તો આવનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નો બહિષ્કાર કરીશું.નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં.તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે.

ગામના સરપંચ જેન્તિભાઈ મારું એ જણાવ્યું હતુંકે ગેપિલ કંપની દ્વારા વર્ષોથી મણાર ગામની જમીન માં ઝેરી કચરો નાંખબામાં આવે છે.જેને લઈ ગામમાં કેન્સર, કિડની અને ચામડી ના રોગચાળો વકરી રહ્યો છે.અનેક પરિવારો કેન્સર સહિતના ગંભીર રોગ થી પીડાઈ રહ્યા છે.આજે બેનરો સાથે રેલી યોજી ગ્રામજનોમાં વધુ જાગૃતતા લાવવા નો પ્રયાસ કર્યો હતો.

આ કંપની વધુ ચાલીસ વિદ્યા જમીન પર ખાડો ખોદી તેમાં આવનાર દિવસોમાં  કચરો ઠાલવવા માગે છે. જે આવનાર પેઢી માટે વધુ નુકસાન કર્તા છે.જે  ચલાવી લેવા માગતા નથી.દરિયા કિનારે હજારો વિદ્યા જમીન પડી છે તેનો ઉપયોગ કરે.

ગામના યુવા આગેવાન પરેશભાઈ ભટ્ટ એ જણાવ્યું હતું કે ગામનું ભૂગર્ભ પાણી નો ટેસ્ટ કરાવ્યો છે.રિપોર્ટ એવો આવ્યો છેકે આ પાણી પીવાની વાત તો દૂર રહી ન્હાવા લાયક પણ આ પાણી નથી. એટલી હદે ગામના તળ નું પાણી ખરાબ થઈ ગયું છે. ગામના દિનકરભાઈ ભટ્ટ એ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી છે. કોઈએ સહાય કરી નથી. ધારાસભ્ય કનુભાઈ બારૈયા એ જમીન માપણી અટકે તેવી મદદ કરી છે.અહીં નેતાઓ ને ગામમ પ્રવેશ બંધી છે.એટલુંજ નહિ જરૂર પડ્યે ગામના લોકો ગામડે ગામડે જઈ આવનાર તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી ને લઈ ભાજપ વિરોધી પ્રચાર કરશે.

(12:17 pm IST)
  • આગામી વર્ષોમાં વધુ એક રાજયમાં નશાબંધી લાદવામાં આવે તેવી સંભાવના છે : દારૂની પરમીટ માટેની ફી ૧૨ હજાર અને લટકામાં ૫૧ હજાર ગેરન્‍ટી મનીના! : જે લોકો દારૂ માગતા હોય તે ‘સ્‍ટોર' કરવા માગતા હોય તેના માટે ઉત્તરપ્રદેશમાં દારૂના વેચાણ ઉપર બાજ નજર રાખવા યોગી સરકારે નવા લાયસન્‍સ ઈસ્‍યુ કર્યા છે : નવા દારૂના લાયસન્‍સ માટેની ફી ૧૨ હજાર રૂપિયા અને ગેરન્‍ટી મની તરીકે ૫૧ હજાર ઉમેરવામાં આવ્‍યા છે : બે બીજા રાજયો પણ રાજ્‍ય વ્‍યાપી ‘દારૂબંધી' લાદવા માંગતા હોવાનું ન્‍યુઝ ફર્સ્‍ટ નોંધે છે access_time 4:31 pm IST

  • પ-૧૦-૧૦૦ની નોટ માર્ચ પછી :નહિ ચાલે એવા રીપોર્ટ સરકારે નકાર્યા : નવી દિલ્હી : આ વર્ષના માર્ચથી રીઝર્વ બેંક પ-૧૦-૧૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મૂકશે એવા વ્હેતા થયેલા અહેવાલોને સરકારે નકારી કાઢયા છે PIBએ આ પ્રકારના આવેલા અહેવાલોને ફેક ગણાવ્યા છે એવી ભારપૂર્વક સ્પષ્ટતા થઇ છે કે રીઝર્વ બેંકે આવી કોઇ જાહેરાત કરી નથી. (પ-૧પ) access_time 11:49 am IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST